IPL 2018, ચૈન્નાઇ સામે પંજાબનો 4 રને રોમાંચક વિજય

News18 Gujarati
Updated: April 16, 2018, 12:03 AM IST
IPL 2018, ચૈન્નાઇ સામે પંજાબનો 4 રને રોમાંચક વિજય
આ મેચ માટે ટોસ થઇ ગયો છે જેને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે જીત્યો છે. ટોસ જીતને ચેન્નાઇ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
News18 Gujarati
Updated: April 16, 2018, 12:03 AM IST
મોહાલીના પીએસ સ્ટેડિયમમાં રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને ચૈન્નાઇ સુપર કિંગ્સના વચ્ચેના 12માં મુકાબલામાં પંજાબે બાજી મારી છે. પંજાબે ચૈન્નાઇ સુપર કિંગ્સને ચાર રને રોમાંચક માત આપી છે.  ટોસ જીતને પહેલા ચૈન્નાઇ પહેલા બોલિંગ કર્યો હતો જેના પગલે પંજાબે ચૈન્નાઇ 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પંજાબે આપેલા 198 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ચૈન્નાઇના બેટ્સમેનોએ ભારે મહેનત કરી હતી. જોકે, ઇનિગ્સની છેલ્લી ઓવર ભારે રોમાંચક રહી હતી. આ ઓવરમાં મેચ જીતવાનો પુરો આધાર કેપ્ટન ધોની ઉપર રહ્યો હતો. જોકે, ધોનીએ સિક્સ અને ફોેરની મદદથી રન રેટનો વધાર્યો હતો. આમ છતાં ચૈન્નાઇએ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 20 ઓવરના અંતે ચૈન્નાઇએ પાંચ  વિકેટના નુકસાન સાથે 193 રન બનાવવા સફળ રહી હતી.

ટોસ જીતને ચેન્નાઇ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે કિંગ્સ ઇલેવન પંજાબને પહેલા બેટિંગ કરવાનો મોકો મળી ગયો છે. પહેલી ઇનિંગમાં કિંગ્સ ઇલેવન પંજાબે સાત વિકેટના નુકસાન સાથે 197 રન બનાવ્યા, આમ ચૈન્નાઇને 198 રનનો પહાડી ટાર્ગેટ મળ્યો છે.

બે વર્ષના પ્રતિબંધ પછી ઇન્ડિયન પ્રિમિયમ લીગમાં ઘરવાપસી કરેલી ચેન્નાઇની ટીમે પહેલી મેચમાં ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને અને બીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યા હતા. બીજી મેચમાં ચેન્નાઇએ કોલકત્તા સામે 203 રનનું લક્ષ્ય છેલ્લા બોલમાં સિક્સ લગાવીને સર કરી લીધો હતો.

પંજાબઃ કોણે કેટલા બનાવ્યા રન?

લોકેશ રાહુલઃ 22 બોલમાં 37 રન
ક્રિશ ગેઇલઃ 33 બોલમાં 63 રન
મયંક અગ્રવાલઃ 19 બોલમાં 30 રન
યુવરાજ સિંહઃ 13 બોલમાં 20 રન
એરોન ફિંચઃ એક બોલમાં ખાતુ ખોલાવાય વગર આઉટ
કરુણ નાયરઃ 17 બોલમાં 29 રન
રવિચન્દ્રન અશ્વિનઃ 11 બોલમાં 14 રન
આન્દ્રે ટાય 4 બોલમાં 3 રન સાથે અણનમ
બિરેન્દર સરન પણ અણનમ

ચૈન્નાઇઃ કોણે લીધી કેટલી વિકેટ?

દિપક ચહરઃ 37 રન આપી 0 વિકેટ
હરભજરનઃ 41 રન આપી 1 વિકેટ
શાર્દુલ ઠાકુરઃ 33 રન આપી 2 વિકેટ
ઇમારન તાહિરઃ 34 રન આપી 2 વિકેટ
ડ્વાઇન બ્રાવોઃ 37 રન આપી 1 વિકેટ

ચૈન્નાઇઃ કોણે કેટલા લીધા રન ?

સેન વોટ્સનઃ 9 બોલમાં 11 રન
મુરલી વિજયઃ 10 બોલમાં 12 રન
સેમ બિલિંગ્સઃ 8 બોલમાં 9 રન
અંબાજી રાયડુઃ 35 બોલમાં 49 રન
એમએસ ધોની 44 બોલમાં 79 રન બનાવી અણનમ
ડ્વેન બ્રાવો 1 બોલમાં 1 રન બનાવી અણનમ

પંજાબઃ કોણે કેટલી લીધી વિકેટ

બરિન્દર સરનઃ 37 રન આપી 0 વિકેટ
મોહિત શર્માઃ 41 રન 1 વિકેટ
આન્દ્રે ટાયઃ 47 રન આપી 2 વિકેટ
મુજીબ ઉર રહેમાનઃ 18 રન આપી 1
આર. અશ્વિનઃ 32 રન આપી 1 વિકેટ
યુવરાજ સિંહઃ 10 રન આપી 0 વિકેટ

ચેન્નાઇ સુપર કિંગ્સ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, કેદાર જાધવ, ડ્વાયન બ્રાવો, કર્ણ શર્મા, શેન વાટસન, શાર્દૂલ ઠાકુર, અંબાતી રાયડુ, મુરલી વિજય, હરભજર સિંહ, ફાફ ડુ પ્લેસિસ, માર્કડ વૂડ, સૈમ બિલિંગ્સ, ઇમારન તાહિર, દિપક ચહર, લૂંગી નગિદી, કે.એલ. આસિફ, એન જગાદેસન, કનિષ્ક સેઠ, મોનુ સિંહ, ઘ્રુવ શોરે, ક્ષિતિજ શર્મા, ચેતન્ય બિશ્નોઇ

કિંગ્સ ઇલેવન પંજાબ

લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, યુવરાજ સિંહ, કરુણ નાયર, ડેવિડ મિલર, માર્ક્સ સ્ટોયનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), જેટ ટાઇ, મોહિત શર્મા, મુજીબ ઉર રહમાન
First published: April 15, 2018
વધુ વાંચો
अगली ख़बर