પરાજય પછી ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે કેમ કહ્યું - બાળકો સ્પોર્ટ્સમાં ના જતા

News18 Gujarati
Updated: July 15, 2019, 5:13 PM IST
પરાજય પછી ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે કેમ કહ્યું - બાળકો સ્પોર્ટ્સમાં ના જતા
(Image: Twitter/ICC)

સહેજ માટે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બનવાથી રહી ગયું

  • Share this:
ન્યૂઝીલેન્ડનો આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પરાજય થતા ઓલરાઉન્ડર જિમી નિશામ ઘણો દુખી જોવા મળ્યો હતો. લોર્ડ્સના મેદાન પર સુપર ઓવર સુધી ગયેલા મુકાબલામાં યજમાન ઇંગ્લેન્ડે વધારે બાઉન્ડ્રી ફટકારવાના આધારે મેચ જીતી લીધી હતી. આમ સહેજ માટે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બનવાથી રહી ગયું હતું. નિશમ સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો પણ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

નિશામે ફાઇનલ ગુમાવ્યા પછી ટ્વિટ કર્યું હતું કે આ દુખદ છે. આશા છે કે આગામી દશકમાં એક કે બે દિવસ એવા હશે જ્યારે હું મેચના અંતિમ કલાક વિશે ન વિચારું. ઇંગ્લેન્ડને શુભકામનાઓ, તે જીતના હકદાર હતા.

આ પણ વાંચો - ન્યૂઝીલેન્ડના પરાજય પછી દિગ્ગજોએ ICC પર ઉઠાવ્યા સવાલો

નિશામે કહ્યું હતું કે આજે જે સમર્થકો આવ્યા છે તેમનો આભાર. અમે તમને મેચ દરમિયાન સાંભળી શકતા હતા. માફ કરજો, અમે તમારી ઇચ્છાને પૂરી કરી શક્યા ન હતા. આ પછી અંતમાં નિશામે બાળકોને આ રમત ન પસંદ કરવાની સલાહ આપતા કહ્યું હતું કે બાળકો રમત પસંદ ના કરતા. બેકિંગ કે કશુંક બીજું પસંદ કરો અને 60ની ઉંમરમાં જાડા અને ખુશ થઈને દુનિયામાંથી જાવ.
First published: July 15, 2019, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading