ખેલ રત્ન પુરસ્કાર (Khel Ratna Award 2021) માટે એથ્લેટ નીરજ ચોપરા (Neeraj Chopra) સહિત 11 ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિએ બુધવારે ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર (Major dhyan chand Khel ratna Puraskar) માટે ખેલાડીઓના નામની ભલામણ કરી હતી. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં (Tokyo Olympics 2020) ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક (Gold Medal Winner Neeraj Chopra) જીતનાર નીરજ ચોપરા, અન્ય ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ – રવિ દહિયા (Ravi Dahiya) , પીઆર શ્રીજેશ (P.R Sreejesh) અને લોવલિના બોર્ગોહાઈ સાથે યાદીમાં સામેલ છે. સુનીલ છેત્રી (Sunil Chettri) સાથે પીઢ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને (Mithali Raj) પણ ટોચના સન્માન માટે નામાંકિત કરવામાં આવી હતી.
આ ખેલાડીઓ નામની ભલામણ : 2021 ભારત માટે ખાસ વર્ષ હતું, જ્યાં ઘણા ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 તેમજ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં દેશને ગૌરવ અપાવ્યું હતું. પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની રહેલી ભારતીય પેરાલિમ્પિયન અવની લેખારાના (Avani Lekhara) નામની પણ ભલામણ કરવામાં આવી છે. પેરાલિમ્પિક્સ 2020માં F64 પેરા જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતિલના નામની પણ ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે.
આ 11 ખેલાડીઓને ખેલ રત્ન મળી શકે છે
નીરજ ચોપરા (એથ્લેટિક્સ), રવિ દહિયા (કુસ્તી), પીઆર શ્રીજેશ (હોકી), લવલિના બોર્ગોહેન (બોક્સિંગ), સુનીલ છેત્રી (ફૂટબોલ), મિતાલી રાજ (ક્રિકેટ), પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન), સુમિત અંતિલ (પેરા ભાલા ફેંક) , અવની લેખરા (પેરા શૂટિંગ), કૃષ્ણા નગર (પેરા બેડમિન્ટન), એમ નરવાલ (પેરા શૂટિંગ) ને ખેલ રત્ન એવોર્ડ મળી શકે છે.
અનુભવી સુનીલ છેત્રી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ થનાર દેશના પ્રથમ ફૂટબોલર બન્યા. ગયા વર્ષે ખેલ રત્ન પુરસ્કાર માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી જ્યારે 2016ની રિયો ગેમ્સ બાદ ચાર ખેલાડીઓને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર