PAK Vs IRE : કેવિન ઓ બ્રાયને રચ્યો ઈતિહાસ, આર્યલેન્ડ માટે ફટકારી ટેસ્ટ ક્રિકેટની પ્રથમ સદી

News18 Gujarati
Updated: May 15, 2018, 6:32 PM IST
PAK Vs IRE : કેવિન ઓ બ્રાયને રચ્યો ઈતિહાસ, આર્યલેન્ડ માટે ફટકારી ટેસ્ટ ક્રિકેટની પ્રથમ સદી

  • Share this:
કેવિન આ બ્રાયન ટેસ્ટ ક્રિકેટમાં શતક ફટકારનાર આર્યલેન્ડના પ્રથમ બેટ્સમેન બની ગયો છે, તે ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલ મેજબાન ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ ઈનિંગની હારનો ખતરો ટાળવામાં સફળ રહી છે.

ફ્લોઓન રમતા આર્યલેન્ડે માહાલિડેમાં ચોથા દિવસે ટી બ્રેક સુધી સાત વિકેટ પર 319 રન બનાવી લીધી છે. ટીમને 139 રનની લીડ મળી ગઈ છે.

કેવિન 216 બોલ પર 118 રન બનાવીને નોટઆઉટ છે. એક સમય હતો કે જ્યારે પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલ આર્યલેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 156 રન પર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી પરંતુ ત્યાર બાદ કેવિન અને થોમ્પસને સાતમી વિકેટ માટે 114 રનની પાર્ટનરશીપ કરીને પોતાની ટીમને મેચમાં વાપસી કરાવી લીધી હતી.


Loading...


આનાથી પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 100મી વિકેટ ઝડપી હતી. ઘૂંટણની સમસ્યાના કારણે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો તે પહેલા આમિરે 06 બોલમાં એકપણ રન આપ્યા વગર બે વિકેટ ચટકાવી હતી.

આર્યલેન્ડ તરફથી એડ જાયસ અને કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડે પહેલી વિકેટ માટે 69 રનની પાર્ટનરશીપ કરી હતી. એડ જાયસ ગેરજરૂરી રન લેવાની કોશિશમાં ફહિમ અશરફના સટીક નિશાનનો શિકાર બન્યો હતો. તેને 6 ફોરની મદદથી 43 રન બનાવ્યા.

આ સમાચાર લખાઈ રહ્યાં છે, ત્યાર સુધીમાં પાકિસ્તાને બીજી ઈનિંગ માટે 78માં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. બીજા સેશસની રમત શરૂ હતી. અહીથી પાકિસ્તાનને જીતવા માટે 82 રનની જરૂરત હતી. આ દરમિયાન બાબર આઝમ (21) અને ઈમામ ઉલ હક્ક (47) રમતમાં હતા.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...