આ બૉલરની અજીબ બૉલિંગ એક્શન જોઈને તમે પણ રહી જશો દંગ

News18 Gujarati
Updated: December 4, 2019, 7:25 PM IST
આ બૉલરની અજીબ બૉલિંગ એક્શન જોઈને તમે પણ રહી જશો દંગ
અબુધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં કેવિન કોઠ્ઠિગોડાની બૉલિંગ ચર્ચાનો વિષય બની

અબુધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં કેવિન કોઠ્ઠિગોડાની બૉલિંગ ચર્ચાનો વિષય બની

  • Share this:
અબુધાબી : ક્રિકેટમાં ઘણા પ્રકારની અજીબ બૉલિંગ એક્શન જોવા મળે છે. આવા સમયે વધુ એક અજીબોગરીબ બૉલિંગ એક્શન ચર્ચામાં આવી ગઈ છે. અબુધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગ (T10 League)માં કેવિન કોઠ્ઠિગોડા (Kevin Koththigoda)ની બૉલિંગ ચર્ચાનો વિષય બની છે. તે ટી-10 લીગમાં બાંગ્લા ટાઇગર્સ (Bangla Tigers) તરફથી રમી રહ્યો છે. 21 વર્ષના આ શ્રીલંકાના બોલરની એક્શન પારંપરિક રીતથી અલગ છે અને તે અનોર્થોડોક્સ તરીકેથી બોલ ફેંકે છે. તેની એક્શન જેવી બહાર આવી કે તે સોશિયલ મીડિયા ઉપર છવાઇ ગયો છે. કેવિન જ્યારે બૉલિંગ નાખે છે ત્યારે તેનું માથું જમીન તરફ ઝુકેલું હોય છે અને ડાબો હાથ પીઠની પાછળ ચાલ્યો જાય છે. જ્યારે બૉલ ફેંક્યા પછી જમણો હાથ માથાની ઉપરથી ફરીને આવે છે. આ કારણે તેની બૉલિંગ ઘણી અજીબોગરીબ બની જાય છે.

જોકે કેવિન કોઠ્ઠિગોડાની એક્શન બૅટ્સમેન માટે પરેશાની બની નથી. કારણ કે તેની 2 ઓવરમાં હરીફ ટીમે 22 રન ફટકાર્યા હતા અને એકપણ વિકેટ ઝડપી ન હતી. બાંગ્લા ટાઇગર્સનો આ મેચમાં ડેક્કન ગ્લેડિયટર્સ સામે 6 વિકેટે પરાજય થયો હતો.

પ્રથમ બૅટિંગ કરતા બાંગ્લા ટાઇગર્સે 10 ઓવરમાં 5 વિકેટે 108 રન બનાવ્યા હતા. તેના તરફથી કોલિંગ ઇનગ્રામે સૌથી વધારે 37 રન બનાવ્યા હતા. રિલી રોસોએ 12 બોલમાં 26 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ગ્લેડિયટર્સની ટીમે 1 બોલ બાકી રાખીને 6 વિકેટે વિજય મેળવી લીધો હતો. વોટ્સને 25 બોલમાં 41 રન બનાવ્યા હતા.

કેવિન પ્રથમ બૉલર નથી જેની બૉલિંગ એક્શન અજીબ છે. તેના પહેલા પોલ એડમ્સ, સોહેલ તન્વીર, સિવિલ કૌશિક પણ એવા બૉલર છે. જેમની એક્શન અનોર્થોડોક્સ રહી છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर