પરાજય પછી કોહલીને આવી આ ખેલાડીની યાદ, કહ્યું આગામી મેચમાં રમશે

પરાજય પછી કોહલીને આવી આ ખેલાડીની યાદ, કહ્યું આગામી મેચમાં રમશે

કોહલીની વાત યોગ્ય છે કારણ કે ટીમ ઇન્ડિયા પાસે નંબર-7 પછી બેટિંગ સાવ ખતમ થઈ જાય છે. અંતિમ ચાર ખેલાડી બેટિંગ કરવાનું સાવ જાણતા નથી

 • Share this:
  પૂણે વન-ડેમાં ભારતનો વેસ્ટ ઇન્ડીઝ સામે 43 રને પરાજય થયો હતો. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે પાંચ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. પરાજય પછી કોહલી ઘણો નિરાશ જોવા મળ્યો હતો. આ પરાજય સાથે વિરાટને પોતાની ટીમના બે ખેલાડીઓની યાદ આવી ગઈ હતી. જે વર્તમાન શ્રેણીમાં હજુ સુધી ટીમ ઇન્ડિયાના સભ્ય રહ્યા નથી. આ ખેલાડી એટલે કેદાર જાધવ.

  કોહલીએ કહ્યું હતું કે જ્યારે કેદાર જેવો ખેલાડી રમતો હોય ત્યારે તમને બોલિંગ અને બેટિંગ બંનેમાં વિકલ્પ આપે છે. કેદાર ટીમ સાથે જોડાઈ ગયો છે. તેના આવવાથી અમને બેટિંગમાં વધારે વિકલ્પ મળશે. જ્યારે તમારી પાસે બેલેન્સ ન હોય તો તમે એક તરફ ઝુકી જાવ છો. ટીમને પરફેક્ટ બેલેન્સની જરૂર છે.

  જાધવ ઇજામાંથી બહાર આવી ગયો છે અને અંતિમ બે વન-ડે માટે ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે.

  સતત ત્રીજી સદી ફટકારી કોહલીએ કર્યો રેકોર્ડનો વરસાદ, આટલા બન્યા રેકોર્ડ

  કોહલીની વાત યોગ્ય છે કારણ કે ટીમ ઇન્ડિયા પાસે નંબર-7 પછી બેટિંગ સાવ ખતમ થઈ જાય છે. અંતિમ ચાર ખેલાડી બેટિંગ કરવાનું સાવ જાણતા નથી. જેથી તમે કોઈ ટીમને સાત ખેલાડીઓના દમ હરાવી શકો નહીં. એશિયા કપમાં રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવે અંતિમ ઓવરોમાં ગજબની બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. આ મેચમાં બંને રમી રહ્યા નથી. બની શકે છે આગામી મેચમાં જાડેજા અને કેદાર જાધવ બંને સાથે ઉતરે.
  Published by:Ashish Goyal
  First published: