Home /News /sport /KBC 13: વીરેન્દ્ર સહેવાગનો પાકિસ્તાન પર કટાક્ષ, શબ્દો સાંભળીને બિગ-બી અને ગાંગુલી પણ હસ્યા , જુઓ વીડિયો

KBC 13: વીરેન્દ્ર સહેવાગનો પાકિસ્તાન પર કટાક્ષ, શબ્દો સાંભળીને બિગ-બી અને ગાંગુલી પણ હસ્યા , જુઓ વીડિયો

તસવીર- Instagram/virendersehwag/ amitabhbachchan/souravganguly

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ક્વિઝ શો 'KBC 13' માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોડાયા છે.

નવી દિલ્હી: 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) શોની 13 મી સીઝન દેશભરમાં લોકોનું મનોરંજન કરી રહી છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફરી એક વખત શોના હોસ્ટ તરીકે દેખાયા છે. હવે KBC ની 13 મી સીઝનમાં 'ફેન્ટાસ્ટિક ફ્રાઇડે' આવી રહ્યું છે. 'શાનદાર શુક્રવાર' કેબીસી 13નો ખાસ એપિસોડ હશે જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ મહેમાન બનીને શો રમવા અને જીતવા માટે આવશે. જીતેલા નાણાંનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે.

હવે આ ખાસ એપિસોડનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. પ્રોમોથી સ્પષ્ટ છે કે ભારતીય ક્રિકેટ (Indian Cricket team) ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)શોના આગામી સેલિબ્રિટી ગેસ્ટ હશે. વીરેન્દ્ર સહેવાગ શોમાં તેના સંપૂર્ણ ફોર્મમાં જોવા મળશે. તે શોમાં મેગાસ્ટાર બિગ બી સાથે રમૂજી વાતચીત કરતા જોવા મળશે, જેને સાંભળીને કોઈ પણ તેના હાસ્યને નિયંત્રિત કરી શકશે નહીં. મજાની વાતચીતની એક ઝલક જુઓ-






વાતચીત દરમિયાન બિગ બી પૂછે છે કે જ્યારે તેઓ પાકિસ્તાન સામે જીત્યા ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી. વિરેન્દ્ર કહે છે કે, 1988માં આવેલી ફિલ્મ 'શહેનશાહ'નો એક પ્રખ્યાત ડાયલોગ છે. અભિનેતાના સંવાદને યાદ કરીને તે કહે છે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ.' આ સાંભળીને વિરેન્દ્ર કટાક્ષપૂર્વક કહે છે, 'આપણે તેમના બાપ જ છીએ કહીને હસવા લાગે છે,

આ પણ વાંચો: KBC 13: આ સવાલનો જવાબ આપીને હિમાની બુંદેલા બની કરોડપતિ, શું હશે 7 કરોડનો જવાબ

બિગ બી સહેવાગને પૂછે છે, 'અમે સાંભળ્યું છે કે, તમે રમતી વખતે ઘણી વાહ ગીતો પણ ગાવ છો. સેહવાગ જવાબ આપે છે કે, મારુ લોકપ્રિય ગીત 'ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં' ક્યારે ક ગાઈ લવ છું. બીજી રમુજી વાત ત્યારે આવે છે જ્યારે બિગ બી સેલિબ્રિટી સ્પર્ધકને પૂછે છે કે, જો તે ફિલ્ડીંગ કરી રહ્યો હોય અને કેચ ચૂકી જાય તો? વીરેન્દ્ર ગાંગુલી તરફ ઈશારો કરીને જવાબ આપે છે કે, જો કોચ ગ્રેગ ચેપલ હોય, તો ત્યાં એક ગીત છે, 'અપની તો જેસે તેસે કટ જાયેગી, આપકા ક્યા હોગા જનાબે આલી' સાંભળીને ગાંગુલી અને બીગ બી ફરીથી જોર જોરથી હસવા લાગ્યા હતા.
First published:

Tags: Aamitabh Bachchan, Kaun Banega Crorepati 13, KBC 13, Virender sehwag

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો