KBC 13: અમિતાભ બચ્ચને પૂછેલા પાકિસ્તાન અંગેના સવાલ પર સહેવાગે મારી સિક્સર, જુઓ Video

KBC 13 આગામી સિઝનમાં વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી મહેમાન બનીને આવશે, તસવીર- SonyTV instagram

KBC 13: કેબીસી 13ના આ વખતેના સેલિબ્રિટી સ્પેશિયલ એપિસોડમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વિરેન્દ્ર સહેવાગ(Virender Sehwag)ની મેજબાની કરશે. આ શોનો પ્રોમો પણ સામે આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્લી: અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ફરી એકવાર કૌન બનેગા કરોડપતિ (KBC 13) શો લઈને દર્શકોની વચ્ચે આવી ગયા છે. આ સિઝનમાં હિમાની બુદેલ (Himani Bundela) પ્રથમ કરોડપતિ મળી ગઈ છે. આ વિકમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ (BCCI)ના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આ શોમાં સેલિબ્રિટી ગેસ્ટ બનીને શોમાં આવશે. તેની સાથે વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) પણ દેખાયો હતો.

    અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) KBC ની 13મી સીઝનમાં 'ફેન્ટાસ્ટિક ફ્રાઇડે' આવી રહ્યું છે. 'શાનદાર શુક્રવાર' કેબીસી 13નો ખાસ એપિસોડ હશે જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ મહેમાન બનીને શો રમવા અને જીતવા માટે આવશે. જીતેલા નાણાંનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે.

    હવે આ ખાસ એપિસોડનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. પ્રોમોથી સ્પષ્ટ છે કે ભારતીય ક્રિકેટ (Indian Cricket team) ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)શોના આગામી સેલિબ્રિટી ગેસ્ટ હશે. વીરેન્દ્ર સહેવાગ શોમાં તેના સંપૂર્ણ ફોર્મમાં જોવા મળશે. તે શોમાં મેગાસ્ટાર બિગ બી સાથે રમૂજી વાતચીત કરતા જોવા મળશે, જેને સાંભળીને કોઈ પણ તેના હાસ્યને નિયંત્રિત કરી શકશે નહીં. મજાની વાતચીતની એક ઝલક જુઓ-






    વાતચીત દરમિયાન બિગ બી પૂછે છે કે જ્યારે તેઓ પાકિસ્તાન સામે જીત્યા ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી. વિરેન્દ્ર કહે છે કે, 1988માં આવેલી ફિલ્મ 'શહેનશાહ'નો એક પ્રખ્યાત ડાયલોગ છે. અભિનેતાના સંવાદને યાદ કરીને તે કહે છે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ.' આ સાંભળીને વિરેન્દ્ર કટાક્ષપૂર્વક કહે છે, 'આપણે તેમના બાપ જ છીએ કહીને હસવા લાગે છે.

    આ પણ વાંચો: શું તમે જોઈ છે રિષભ પંતની ગ્લેમર્સ બહેન? હિરોઈનો પણ તેની સામે પાણી કમ ચાય

    બિગ બી સહેવાગને પૂછે છે, 'અમે સાંભળ્યું છે કે, તમે રમતી વખતે ઘણી વાહ ગીતો પણ ગાવ છો. સેહવાગ જવાબ આપે છે કે, મારુ લોકપ્રિય ગીત 'ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં' ક્યારે ક ગાઈ લવ છું. બીજી રમુજી વાત ત્યારે આવે છે જ્યારે બિગ બી સેલિબ્રિટી સ્પર્ધકને પૂછે છે કે, જો તે ફિલ્ડીંગ કરી રહ્યો હોય અને કેચ ચૂકી જાય તો? વીરેન્દ્ર ગાંગુલી તરફ ઈશારો કરીને જવાબ આપે છે કે, જો કોચ ગ્રેગ ચેપલ હોય, તો ત્યાં એક ગીત છે, 'અપની તો જેસે તેસે કટ જાયેગી, આપકા ક્યા હોગા જનાબે આલી' સાંભળીને ગાંગુલી અને બીગ બી ફરીથી જોર જોરથી હસવા લાગ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published: