Home /News /sport /T20: કરૂણ નાયરના તોફાનમાં ઉડ્યુ તમિલનાડુ, 48 બોલમાં ફટકારી સદી

T20: કરૂણ નાયરના તોફાનમાં ઉડ્યુ તમિલનાડુ, 48 બોલમાં ફટકારી સદી

    કરૂણ નાયરે સૈયદ મુશ્કાત અલી ટી-20 લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તમિલાનાડુ વિરૂદ્ધ 48 બોલમાં શતક ફટકારી દીધી છે. કર્ણાટક માટે ઓપનિંગ કરતાં નાયરે 111 રનોની ઈનિંગ રમી હતી. કરૂણ નાયરના શતકની મદદથી કર્ણાટકની ટીમે તમિલનાડૂને 20 ઓવરમાં 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    કરૂણ નાયર ચોથો ખેલાડી બની ગયો છે, જેને સૈયદ મુશ્તાક અલી ટી-20માં ફાસ્ટ સદી ફટકારી છે. આ લીગમાં સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ મનપ્રીત જુનેજાના નામે છે, જેને વર્ષ 2013માં કેરલ વિરૂદ્ધ 43 બોલમાં સદી ફટકારી હતી.

    સૈયદ મુશ્તાક અલી ટી-20 લીગમાં સૌથી ફાસ્ટ સદી

    43 બોલ - મનપ્રીત જુનેજા, 2013

    45 બોલ - રોહિત શર્મા, 2007

    46 બોલ - દિપક હુડ્ડા, 2017

    48 બોલ - કરૂણ નાયર, 2018

    તમિલનાડૂ વિરૂદ્ધ 111 રનોની ઈનિંગ રમીને નાયરે પોતાના સાથી ખેલાડી મયંક અગ્રવાલના રેકોર્ડની બરાબરી કરી છે. મયંક અગ્રવાલે 2012-2013 સિઝનમાં હૈદરાબાદ વિરૂદ્ધ 111 રનોની ઈનિંગ રમી હતી, જે કોઈપણ કર્નાટક બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ હતી. જેની બરાબરી નાયરે કરી લીધી છે.

    ટી-20માં કર્નાટકના બેટ્સમેનો દ્વારા રમેલી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ

    111 - મયંક અગ્રવાલ વિરૂદ્ધ હૈદરાબાદ, 2012/13
    111 - કરૂણ નાયર વિરૂદ્ધ તમિલાનાડૂ, 2018
    92 - રોબિન ઉથપ્પા વિરૂદ્ધ હૈદરાબાદ, 2011/12
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: કરૂણ નાયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन