Home /News /sport /Ballon D'or: આ વખતે મેસી-રોનાલ્ડો નહીં કરીમ બેંજેમાએ માર્યું મેદાન, ફિમેલ ફૂટબોલર એલેક્સિયા પુટેલાસે રચ્યો ઇતિહાસ
Ballon D'or: આ વખતે મેસી-રોનાલ્ડો નહીં કરીમ બેંજેમાએ માર્યું મેદાન, ફિમેલ ફૂટબોલર એલેક્સિયા પુટેલાસે રચ્યો ઇતિહાસ
ફૂટબોલનાં સૌથી પ્રતિષ્ઠિત એવા બાલોન ડી ઓર ઍવોર્ડ જાહેર
Ballon D'or awards: ફૂટબોલનાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પૈકીનાં એક એવા બાલોન ડી ઓર ઍવોર્ડમાં આ વખતે મેસી કે રોનાલ્ડો જેવા કાયમી અને જાણીતા નહીં પણ અજાણ્યા જ નામો ચમક્યા હતા.
Ballon D'or awards: આ વર્ષના બેલોન ડી'ઓર એવોર્ડ્સ પેરિસ (Paris)માં મોડી રાત્રે યોજાયેલા પ્રોગ્રામમાં આપવામાં આવ્યા હતા. ફ્રાન્સ ફૂટબોલ મેગેઝિન (france football magazine)1956થી દર વર્ષે આ એવોર્ડ આપી રહ્યું છે. આ વર્ષે રિયલ મેડ્રિડના સ્ટ્રાઈકર કરીમ બેન્ઝેમા (Karima Benzema) ને મેલ કેટેગરીમાં અને બાર્સેલોનાની કેપ્ટન એલેક્સિયા પુટેલાસને (Alexia putellas) ફિમેલ કેટેગરીમાં વિનર (winners) જાહેર કરવામાં આવી હતી. લિયોનેલ મેસ્સી આ વર્ષે નોમિનેટ થયો ન હતો, જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણો પાછળ રહી ગયો હતો.
બેન્ઝેમા માટે 20221-22ની સીઝન ઘણી સારી રહી હતી. તેણે રીઅલ મેડ્રિડને લા લીગા જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર સિઝનમાં તેણે 46 મેચમાં 44 ગોલ કર્યા છે. જેમાં લા લીગામાં 27 અને ચેમ્પિયન્સ લીગમાં 15 ગોલ સામેલ છે. UEFA દ્વારા તેને પ્લેયર ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યો હતો. બેન્ઝેમા ઉપરાંત લિવરપૂલના મોહમ્મદ સલાહ અને બાર્સેલોનાના રોબર્ટ લેવેન્ડોવસ્કી પણ રેસમાં સામેલ હતા.
ફિમેલ કેટેગરીમાં આ એવોર્ડ બાર્સેલોનાની કેપ્ટન એલેક્સિયા પુટેલાસને સતત બીજા વર્ષે આપવામાં આવ્યો હતો. સતત બે વખત આ એવોર્ડ જીતનારી તે પ્રથમ ખેલાડી છે. પુટેલાસની કપ્તાની હેઠળ બાર્સેલોનાએ 30માંથી 30 મેચ જીતીને સ્પેનિશ લીગ જીતી હતી. આ દરમિયાન તે ટોપ સ્કોરર રહી હતી. તેણે પોતાની ટીમને ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પણ પહોંચાડી હતી.
રિયલ મેડ્રિડના ગોલકીપર થિયાબોટ કુર્ટિસને બેસ્ટ ગોલકીપર જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેણે ઘણા બધા ગોલ સેવ કર્યા છે, જેના પછી તેને આ એવોર્ડ આપવામાં આવ્યો. ગત સિઝનમાં 16 લીગ મેચોમાં તેણે ક્લીન શીટ જાળવી રાખી (સામે વાળી ટીમને એક પણ ગોલ કરવા દીધો ન હતો). રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં લઈ જવામાં થિબૉટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
બાર્સેલોનાના મિડફિલ્ડર પાબ્લો ગાવીને કોપા ટ્રોફી (બેસ્ટ અંડર-21 ખેલાડી) આપવામાં આવી હતી. 18 વર્ષીય ગાવીને ગયા વર્ષે પ્રીસીઝનમાં તક આપવામાં આવી હતી. જ્યાં તે તેના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ લીગમાં ટીમની શરૂઆતના 11માં સામેલ હતો. ગાવી ઉપરાંત રિયલ મેડ્રિડના એડ્યુઆર્ડો કામાવિંગ અને બીટીના જુઝ બલિંગહામ પણ રેસમાં હતા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર