Home /News /sport /...તમે રહેવા દો, ક્રિકેટ રમવાનું જ બંધ કરી દો, કોણ કહે છે તમને? આ ખેલાડીઓ પર બગડ્યા કપિલ દેવ

...તમે રહેવા દો, ક્રિકેટ રમવાનું જ બંધ કરી દો, કોણ કહે છે તમને? આ ખેલાડીઓ પર બગડ્યા કપિલ દેવ

કપિલ દેવ

કપિલ દેવે IPL રમતા ખેલાડીઓ પર કહ્યું હતું કે તમે રમશો જ નહીં'. તમને કોણ કહે છે? તમારી ઉપર પ્રેશર હશે, પણ જો તમે તે લેવલ પર રમી રહ્યા છો, તો તમારી પ્રશંસા થશે અને નિંદા પણ થશે. તમે દેશનું પ્રતિનિધિત્વ કરો છો અને તમારા પર પ્રેશર છે. આ કેવી રીતે શક્ય છે?

વધુ જુઓ ...
ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ વિશ્વકપ વિજેતા કેપ્ટન અને પૂર્વ ખેલાડી કપિલ દેવ (World Cup-winning captain Kapil Dev) ફરી એક વખત વિવાદોમાં સપડાયા છે. અગાઉ પણ પોતાના વિવાદિત નિવેદનને લઈને કપિલ દેવ ક્રિકેટ ફેન્સના નિશાન પર આવી ચૂક્યા છે અને તેમની ઘણી નિંદા પણ કરવામાં આવી હતી. જો કે આ બાદ પણ કપિલ દેવે પોતાના વલણમાં કોઈ જ પ્રકારનો ફેરફાર દાખવ્યો હોય તેવુ લાગતું નથી. ગત શુક્રવારે કોલકાતામાં એક સભાને સંબોધતા ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે (cricketer Kapil Dev) ફરી એકવાર આવા જ વિષય પર નિવેદન આપ્યું હતું,

પોતાની વાત રજૂ કરવા દરમિયાન કપિલ દેવે (Kapil Dev) હાલમાં સક્રિય ક્રિકેટરોને સ્પોર્ટને એન્જોય કરવાની સલાહ આપી હતી, સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે, જો કોઈ ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરવાનું દબાણ સહન ન કરી શકે તો તેણે રમવાનું બંધ કરી દેવું જોઈએ. આ વિષય પર પોતાનો મત રજૂ કરતા દેશના લિજેન્ડરી ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ ક્રિકેટરે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે 100 કરોડની વસ્તીમાંથી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવેલ ખેલાડી આ પ્રકારના એક્સપ્લેનેશન કેવી રીતે આપી શકે. તેમણે ઉમેર્યું કે તેમને લાગે છે કે વાતચીત પ્રેશર અને દબાણના બદલે દેશના ગૌરવ અને પ્રતિષ્ઠા પર ફોકસ કરે તેવી હોવી જોઈએ.

કપિલ દેવના આ સંબોધનનો એક વિડીયો ફેસબુક પર પણ શેર કરવામાં આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કપિલ કહી રહ્યા છે કે, જો તમે પ્રેશર સહન ન કરી શકતા હોવ તો તમારે કેળાની દુકાન ખોલી લેવી જોઈએ અથવા તો ઈંડા વેચવા જોઈએ.

હું ઘણા સમયથી સાંભળતો આવ્યો છું કે, અમે આઈપીએલ રમી રહ્યા છીએ. અમારી ઉપર ધણું જ પ્રેશર છે. આ શબ્દો આજકાલ ખૂબ સામાન્ય છે. બરાબરને? તેમને હું કહીશ કે 'તમે રમશો જ નહીં'. તમને કોણ કહે છે? તમારી ઉપર પ્રેશર હશે, પણ જો તમે તે લેવલ પર રમી રહ્યા છો, તો તમારી પ્રશંસા થશે અને નિંદા પણ થશે. જો તમે તમારી નિંદાથી ડરતા હોવ, તો પછી તમે રમશો જ નહીં. તમે દેશનું પ્રતિનિધિત્વ કરો છો અને તમારા પર પ્રેશર છે. આ કેવી રીતે શક્ય છે? દેશની 100 કરોડ જનતામાંથી તમે 20 રમી રહ્યા છો અને પછી તમે કહો છો કે તમારા પર પ્રેશર છે? આવું કહેવાની બદલે તમારે કહેવું જોઈએ કે આ તમારા માટે ગર્વની વાત છે. તમને લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. આ વાતનુ ગૌરવ લેતા શીખો.

પ્રેશર અમેરિકન શબ્દ છે. જો તમે કામ નથી કરવા માંગતા, તો ન કરો. શું કોઈ તમને રમવા માટે દબાણ કરે છે? જાઓ કેળાની દુકાન ખોલો અને ઈંડા વેચો. જો તમને તક મળી છે, તો તમે તેનુ પ્રેશર કેમ લો છો, તેનો આનંદ માણો અને તેની મજા લેતા શીખો. જે દિવસે તમે આવું કરવાનું શરૂ કરશો, ત્યારે કામ તમારી માટે અકદમ સરળ બની જશે. પણ જો તમે તેને પ્રેશર કહો છો, તો તેમાં કંઈ મજા નહીં આવે.

આ પણ વાંચો: Ravichandran Ashwin: સારા પ્રદર્શન પછી પણ અશ્વિનને નહીં રમાડે, કોંગ્રેસ નેતા ઉકળ્યા, સેહવાગે કર્યા વખાણ

ઘણા ક્રિકેટરોએ પ્રેશરની વાત આગળ કરી છે અને રમતમાંથી લાંબો બ્રેક લીધો છે. ઇંગ્લેન્ડના પ્રીમિયર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સહિત ઘણા લોકોએ આ જ પ્રકારની વાત કરી છે અને પોતાના ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લીધું છે.

" isDesktop="true" id="1304855" >

વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તેમણે પણ એશિયા કપ માટે ટીમમાં જોડાતા પહેલા ઇંગ્લેન્ડ ટૂર પછી બ્રેક લીધો. જોકે, બ્રેક તેમના માટે સારો સાબિત થયો છે અને 1000 દિવસથી કોઈ સદી ન થવાના દુષ્કાળને પણ તેમણે પૂર્ણવિરામ આપ્યો છે. હાલ વિરાટ કોહલી પોતાના જબરજસ્ત ફોર્મમાં દેખાઈ રહ્યાં છે.
First published:

Tags: Indian Cricket, Kapil Dev, ક્રિકેટ