કોચની પસંદગી કરતા પહેલા જ વિવાદમાં ફસાઈ કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી

કોચની પસંદગી કરતા પહેલા જ વિવાદમાં ફસાઈ કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી

ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી માટે અરજી કરવાની અંતિમ તારીખ ખતમ થઈ ગઈ છે

 • Share this:
  ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી માટે અરજી કરવાની અંતિમ તારીખ ખતમ થઈ ગઈ છે. હવે કપિલ દેવની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની કમિટી શોર્ટ લિસ્ટ કરેલા કરેલા લોકોના ઇન્ટરવ્યૂ કરશે. ક્રિકેટ એડવાઇઝર કમિટી (CAC)માં કપિલ દેવ સિવાય પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા ખેલાડી શાંતા રંગાસ્વામી સામેલ છે.

  ટીમનો કોચ પસંદ કરવાની આગળની પ્રક્રિયા હવે શરુ થશે પણ આ પહેલા કમિટી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે બીસીસીઆઈના નવા સંવિધાન પ્રમાણે શું સમિતિ કોચની પસંદગી કરી શકે છે. ચર્ચા થઈ રહી છે કે આ કમિટીના સભ્યો પર હિતોના ટકરાવનો મામલો તો બનતો નથી ને.

  આ પણ વાંચો - આવો છે ભારત- વેસ્ટ ઇન્ડીઝનો કાર્યક્રમ, પ્રશંસકોને થશે ઉજાગરા

  એથિક્સ ઓફિસર નિર્ણય લેશે
  શોર્ટ લિસ્ટ કરેલા લોકોના ઇન્ટરવ્યૂ લેતા પહેલા બીસીસીઆઈમાં નિયુક્ત લોકપાલ અને એથિક્સ ઓફિસર જસ્ટિસ ડીકે જૈન આ મામલે અંતિમ નિર્ણય કરશે.ક્રિકઇન્ફોના મતે હિતોના ટકરાવના મામલે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસનિક સમિતિની સભ્ય ડાયના ઇડુલ્જીએ દિલ્હીમાં યોજાયેલી સીએસી બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ પણ સીઓએને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.

  ક્રિકેટ એડવાઇઝર કમિટી (CAC)માં કપિલ દેવ સિવાય પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા ખેલાડી શાંતા રંગાસ્વામી સામેલ છે


  કપિલ દેવ ભારતીય ક્રિકેટ એસોસિયેશનની સ્ટીયરિંગ કમિટીના પણ સભ્ય છે. જ્યારે કપિલ દેવ અને અશંમાન ગાયકવાડ ટીવી ઉપર વિશેષજ્ઞની ભૂમિકા પણ ભજવે છે. ગાયકવાડ બીસીસીઆઈની મેમ્બર સંબંધિત કમિટીના સભ્ય છે. જ્યારે રંગાસ્વામી પણ આઈસીએના નિર્દેશક છે.
  Published by:Ashish Goyal
  First published: