Home /News /sport /

કપિલ દેવ બન્યા કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમબ્સેડર, પાકિસ્તાન સાથે મેચ રમવા અંગે આપ્યો જવાબ

કપિલ દેવ બન્યા કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમબ્સેડર, પાકિસ્તાન સાથે મેચ રમવા અંગે આપ્યો જવાબ

ભારતીય ટીમના કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સાથે રમવું જોઈએ કે નહીં? આ સવાલના જવાબમાં આજે કપિલ દેવે પ્રેસ કોન્સફરન્સમાં વાતચીત કરતાં જણાવ્યું કે દરેક ક્રિકેટર પાકિસ્તાન સાથે મેચ રમવા ઈચ્છતો હોય છે. પાકિસ્તાન સાથે મેચ રમવા અંગેનો નિર્ણય અન્ય કોઈ વ્યક્તિ ના લઈ શકે. પાકિસ્તાન સાથે મેચનું આયોજન કરવું એનો નિર્ણય ભારત સરકારે કરવો જોઈએ

વધુ જુઓ ...
આજે 1983 ક્રિકેટ વર્લ્ડ કપ ( Cricket World Cup 1983) માટે ભારતીય ટીમના કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવે વિવધ મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવને પુછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ક્રિકેટ ટીમે (Team India) પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ કે નહી ? આ પ્રશ્નના જવાબમાં કપિલ દેવે પોતાના વિચાર રજુ કર્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સાથે રમવું જોઈએ કે નહીં? આ સવાલના જવાબમાં આજે કપિલ દેવે પ્રેસ કોન્સફરન્સમાં વાતચીત કરતાં જણાવ્યું કે દરેક ક્રિકેટર પાકિસ્તાન સાથે મેચ રમવા ઈચ્છતો હોય છે. પાકિસ્તાન સાથે મેચ રમવા અંગેનો નિર્ણય અન્ય કોઈ વ્યક્તિ ના લઈ શકે. પાકિસ્તાન સાથે મેચનું આયોજન કરવું એનો નિર્ણય ભારત સરકારે કરવો જોઈએ. ભારત સરકાર જે પણ વલણ લે તેને દેશના તમામ લોકોએ સ્વિકારવું જોઈએ અને ટેકો આપવો જોઈએ.

આ પણ વાંચો- PM Modi in Gujarat: પીએમ મોદીએ કચ્છની વિદ્યાર્થિનીને મહેસાણાના શિક્ષકો વિશે કર્યો સવાલ, જાણો કેમ?

મુંબઈ ઈંડિયન્સની સતત 6 મેચોમાં હાર બાદ શું રોહિત શર્મા કેપ્ટનશીપ છોડશે? આ સવાલના જવાબમાં કપિલ દેવે જણાવ્યું કે, રોહિત શર્મા આ સીઝનમાં ઓપનિંગ કરવા માટે આવે છે. રોહિતને સારી શરુઆત પણ મળી રહી છે, પરંતુ ટીમ જંગી સ્કોર નથી બનાવી રહી. આ જ કારણ છે કે, મુંબઈને મિડલ ઓર્ડર બેટ્સમેન પર નિર્ભર રહેવું પડે છે. અત્યાર સુધીની 6 મેચમાં કેપ્ટન રોહિતે 114 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 19 રનની જ રહી છે. બેટિંગ ફોર્મ અંગે જ્યારે રોહિતને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો ત્યારે રોહિતે કહ્યું કે, જો મને સમજમાં આવે કે ક્યાં ભૂલ થઈ રહી છે તો તેને ઠીક જરુરથી કરત. પરંતુ એવું નથી. હાલ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હું ટીમની સંપુર્ણ જવાબદારી લઉં છું. કેમ કે ટીમની જે આશાઓ છે તે હું પુરી નથી કરી શકતો.

આ પણ વાંચો- જોસ બટલરે તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી, પેટ કમિન્સની બોલિંગ પર સિકસરફટકારી પૂરી કરી સદી

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના ઉવારસદમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર કપિલ દેવ બન્યા છે જેને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કપિલ દેવ કર્ણાવતી યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ બન્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં આ અંગે ઓપચારિક જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ હાર્દિક પંડયાના પર્ફોમન્સ માટે કપિલ દેવે જણાવ્યું કે હાર્દિક પંડયા ટેલેન્ટેડ છે પરંતુ જો તે ફોક્સ કરે તો વધારે સારી રીતે રમી શકે તેમ છે અને તેને ફોક્સ કરવાની વધારે જરુર છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Kapil Dev, Team india

આગામી સમાચાર