સોશિયલ મીડિયા પર હાલ એક કાંગારુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કાંગારુ ઓસ્ટ્રેલિયામાં રમાતી મહિલાઓની પ્રીમિયર લીગ ફૂટબોલ મેચ દરમિયાન મેદાનમાં પહોંચી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ તેની જાણકારી આપી હતી. કાંગારુ મેદાનમાં આવી જવાના કારણે મેચ 20 મિનિટ મેચ અટકાવી પડી હતી.
કેનબરા ફૂટબોલ ક્લબ અને બેલોકોનેન યુનાઇટેડ બ્લૂ ડેવિલ્સ વચ્ચેની મેચમાં હાફ ટાઇમના સમયે આ ઘટના બની હતી. મેદાનમાં કાંગારુ પહોંચી જતા સ્ટાફ, ખેલાડીઓ અને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાંગારુ મેદાનમાં ગભરાઇ ગયું હતું અને ચારેબાજુ દોડવા લાગ્યું હતું. કાંગારું એકસમયે પેનલ્ટી બોક્સમાં આવીને પણ બેસી ગયું હતું.
આ ફુટેજને ઓસ્ટ્રેલિયાની પ્રસારણકર્તા ‘બાર ટીવી સ્પોર્ટ્સ’દ્વારા લાઇવ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. થોડાક સમય પછી કાંગારુને વેન દ્વારા બહાર લઈ જવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર