Home /News /sport /'કંગના રનૌત મથુરાથી ચૂંટણી લડશે?' સાંસદ હેમા માલિનીએ કહ્યું- રાખી સાવંત પણ જીતશે!

'કંગના રનૌત મથુરાથી ચૂંટણી લડશે?' સાંસદ હેમા માલિનીએ કહ્યું- રાખી સાવંત પણ જીતશે!

હેમા માલિની ભાજપની ટિકિટ પર મથુરા લોકસભા સીટ પરથી બે વખત ચૂંટણી જીતી ચૂકી છે.

Kangana Ranaut will contest from Mathura? : મથુરા પહોંચેલા બીજેપી સાંસદને આ લોકસભા સીટ માટે આગામી બીજેપી ઉમેદવાર વિશે સવાલ કરતા પત્રકારોએ પૂછ્યું કે, શું અભિનેત્રી કંગના રનૌત આ સીટ પરથી ચૂંટણી લડશે? તેના પર હેમા માલિનીએ કહ્યું કે, લોકોએ શા માટે નક્કી કર્યું છે કે આ સીટ પરથી માત્ર ફિલ્મ સ્ટાર જ ચૂંટણી લડશે?

વધુ જુઓ ...
    મથુરા પહોંચેલા બીજેપી સાંસદને આ લોકસભા સીટ માટે આગામી બીજેપી ઉમેદવાર વિશે સવાલ કરતા પત્રકારોએ પૂછ્યું કે, શું અભિનેત્રી કંગના રનૌત આ સીટ પરથી ચૂંટણી લડશે? તેના પર હેમા માલિનીએ કહ્યું કે, લોકોએ શા માટે નક્કી કર્યું છે કે આ સીટ પરથી માત્ર ફિલ્મ સ્ટાર જ ચૂંટણી લડશે?

    2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજેપી નેતાઓ એક તરફ અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે તો બીજી તરફ વિપક્ષ પણ મહાગઠબંધન માટે પ્લાન તૈયાર કરી રહ્યો છે. આ ક્રમમાં ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન બીજેપી સાંસદ અને અભિનેત્રી હેમા માલિની મથુરા પ્રવાસે પહોંચી હતી. આ દરમિયાન તેમને કંગના રનૌતને મથુરા લોકસભા સીટ પરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડવાનો સવાલ પૂછવામાં આવ્યો, તો તેણે રાખી સાવંતને લઈ જવાબ આપ્યો.

    હેમા માલિની હાલમાં મથુરાથી સાંસદ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કંગના રનૌત મથુરાથી ભાજપના ઉમેદવાર હશે? તો આના પર તેણે કહ્યું, "ખૂબ સારી વાત છે. મારો અભિપ્રાય ભગવાન પર નિર્ભર છે. તમે મથુરાના અન્ય કોઈ ગરીબ જે સાંસદ બનવા માગતા હશે તો તેમને સાંસદ બનવા મંજૂરી નહીં આપો. તમને મથુરામાં કોઈ ફિલ્મ સ્ટાર જોઈએ છે? રાખી સાવંતને પણ મોકલીશ."તે પણ બની જશે."

    આ પણ વાંચો : રાંડ્યા પછી હાડપણ આવ્યું! KRKએ ટ્વિટર પર લખ્યું I QUIT, કહ્યું- 'વિક્રમ વેધા' પછી...

    એક વર્ષમાં બે વાર વ્રજ આવી ગઈ છે કંગના

    તમને જણાવી દઈએ કે, કંગના એક વર્ષમાં બે વાર વ્રજમાં આવી છે. તે થોડા દિવસો પહેલા પરિવાર સાથે વૃંદાવન પણ આવી હતી. અહીં તેમણે મંદિરોમાં બાંકે બિહારીની પૂજા કરી હતી. આ દરમિયાન તેણે એક ન્યૂઝ એજન્સીને કહ્યું, 'આ અમારું સૌભાગ્ય છે કે, અમને ભગવાન કૃષ્ણ અને રાધે માના દર્શન કરવાનો લહાવો મળ્યો. તેણી ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર તેમના આશીર્વાદ લેવા માટે આવી છે કારણ કે તેણીએ તેની ફિલ્મ 'ઇમર્જન્સી'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ દરમિયાન તેમણે રાજનીતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવાની ના પાડી દીધી હતી.

    સતત બે ટર્મથી મથુરાથી ચૂંટણી જીતી ચૂકી છે હેમા માલિની

    હેમા માલિની ભાજપની ટિકિટ પર મથુરા લોકસભા સીટ પરથી બે વખત ચૂંટણી જીતી ચૂકી છે. તેમણે 2014માં આરએલડી ચીફ જયંત ચૌધરીને હરાવીને પહેલીવાર અહીંથી ચૂંટણી લડી હતી. આ પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે RLDના કુંવર નરેન્દ્ર સિંહને ભારે મતથી મ્હાત આપી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Bollywood News in Gujarati, Hema malini, Kangana ranaut, Mathura

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन