Home /News /sport /

સોશિયલ મીડિયામાં પીસીબીની ટિકા, ‘સૌથી ખરાબ’વિકેટકીપરને આપ્યો એવોર્ડ!

સોશિયલ મીડિયામાં પીસીબીની ટિકા, ‘સૌથી ખરાબ’વિકેટકીપરને આપ્યો એવોર્ડ!

કામરાન અકમલ વર્ષ 2018નો બેસ્ટ ડોમેસ્ટિક વિકેટકીપર તરીકે પસંદ થયો

2018માં પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શન માટે શાન મસુદ અને અયાઝ ચીમાને પણ એવોર્ડ મળ્યો

    પાકિસ્તાનમાં યોજાયેલા પીસીબી એવોર્ડ્સ ફરી એક વખત સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગયા છે. પીસીબી એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ખરાબ વિકેટકીપરમાંથી એક કામરાન અકમલને બેસ્ટ વિકેટકીપરનો એવોર્ડ મળી ગયો છે. કામરાન અકમલ વર્ષ 2018નો બેસ્ટ ડોમેસ્ટિક વિકેટકીપર તરીકે પસંદ થયો છે. કામરાન અકમલની જાહેરાત થતા જ ટ્વિટર પર પીસીબીના આ નિર્ણયની મજાક ઉડાડવામાં આવી હતી.

    પીસીબી એવોર્ડ્સ 2018

    બેસ્ટ ટેસ્ટ ખેલાડી - મોહમ્મદ અબ્બાસ
    બેસ્ટ વન-ડે ખેલાડી - હસન અલી
    બેસ્ટ ટી-20 ખેલાડી - બાબર આઝમ
    બેસ્ટ ઇમર્જિંગ ખેલાડી -ફહીમ શરફ
    બેસ્ટ મહિલા વન-ડે ખેલાડી - સના મીર





    2018માં પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શન માટે શાન મસુદ અને અયાઝ ચીમાને પણ એવોર્ડ મળ્યો છે. જોકે ખાસ વાત એ છે કે આ ત્રણેય ખેલાડી હાલ પાકિસ્તાનની ટીમમાં નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: PCB, Trolled, Twitter

    આગામી સમાચાર