કાગિસો રબાડાએ સાઉથ આફ્રિકાના 09માંથી 06 એવોર્ડ પર કર્યો કબ્જો

News18 Gujarati
Updated: June 4, 2018, 10:02 AM IST
કાગિસો રબાડાએ સાઉથ આફ્રિકાના 09માંથી 06 એવોર્ડ પર કર્યો કબ્જો

  • Share this:
દુનિયાનો નંબર વન ટેસ્ટ બોલર કાગિસો રબાડાને સાઉથ આફ્રિકાનો આ વર્ષનો બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ 12 મહિનાના પ્રદર્શનના આધાર પર આપવામાં આવ્યો છે.

રબાડાએ પુરૂષ ક્રિકેટરોમાં આપવામાં આવેલ 9 એવોર્ડમાંથી 06 એવોર્ડ પર કબ્જો કર્યો છે, જેમાં ક્રિકેટર ઓફ ધ યર ઉપરાંત ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, વનડે ક્રિકેટર ઓફ ધ યર, ફેન્સ પ્લેયર ઓફ ધ યર વગેરે સામેલ છે.

રબાડાએ પાછલા વર્ષે જુલાઈથી અત્યાર સુધી 12 ટેસ્ટમાં 19.52ની એવરેજથી 72 વિકેટ પોતાના નામે કરી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટમાં તેને બહાર રહેવું પડ્યું કેમ કે, ડિમેરિટ પોઈન્ટના કારણે તેના પર પ્રતિબંધ લાગ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે બોલચાલીના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર મેચોની વિવાદીત સિરીઝમાં તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

રબાડાને બીજી વખત ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આનાથી પહેલા 2016માં તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ઈતિહાસમાં બે વખત આ એવોર્ડને જીતનાર રબાડા પાંચમો ખેલાડી છે. આનાથી પહેલા હાશિમ આમલા, જેક કાલિસ, મખાયા એન્ટીની અને એબી ડિવિલિયર્સ આ એવોર્ડ બે વખત જીતી ચૂક્યા છે.

મિલર, એબી અને માર્કરમને પણ મળ્યો એવોર્ડ

ડેવિડ મિલરને ઓલવેજ ઓરિજનલ એવોર્ડ આપવામાં આવ્યો તો ઓપનર એડેન માર્કરનને ઈન્ટરનેશનલ ન્યૂકમર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. જ્યારે ટી-20 ઈન્ટરનેશલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એબી ડિવિલિયર્સના ભાગે ગયો હતો.મહિલા ક્રિકેટર્સના ભાગે શું ગયું

દક્ષિણ આફ્રિકા ક્રિકેટે ડેન વાન નિકરકર્કને સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તો ક્લોયન રયોનને બેસ્ટ ટી20 મહિલા ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવ્યો. જ્યારે લોરા વોલવારટડની પ્લેયર ઓફ યર તરીકે પસંદગી કરવામાં આવી.

 
First published: June 4, 2018, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading