ચંદીગઢ : પંજાબના માલિયામાં સોમવારે મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય કબડ્ડી (Kabaddi)ખેલાડી સંદીપ નંગલ અંબિયનની ગોળી મારીને હત્યા ( Sandeep Nangal Ambian Shot Dead)કરી દેવામાં આવી છે. અંબિયાન ગામના રહેવાસી સંદીપની (Sandeep Nangal Ambian)સાંજે જાલંધરના માલિયામાં કબડ્ડી કપ દરમિયાન અજાણ્યા હુમલાખોરે હત્યા કરી દીધી છે. જાણકારી પ્રમાણે માથામાં અને છાતીમાં લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી.
અંધાધુંધ ગોળીબારી
ઇજાગ્રસ્ત અવસ્થામાં સંદીપ નંગલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે તેણે દમ તોડી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે સાંજે સ્ટેડિયમમાં રમાઇ રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટના એક મુકાબલા દરમિયાન અચાનક અંધાધુંધ ગોળીબારી શરુ થયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમમાં સામેલ ખેલાડી સંદીપ નંગલ અંબિયનને ઘણી ગાળીઓ વાગી હતી.
આ ઘટનાને કારણે મેદાનમાં ભાગદોડ મચી ગઈ હતી. કોઇ કશું સમજે તે પહેલા અજાણ્યા શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા. સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારમાં સ્થિતિ ના બગડે તેથી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
નાકાબંધી કરી હુમલાખોરની શોધ શરૂ
પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર રહેલા લોકોની પૂછપરછ કરી ફાયરિંગ કરનાર ગુનેગારો વિશે માહિતી મેળવવામાં લાગ્યા છે. આસપાસના વિસ્તારનાં નાકાબંધી કરી હુમલાખોરની શોધ શરુ કરી દેવામાં આવી છે. ખેલાડીની કોઇ સાથે લેણદેણ કે વિવાદ ન હતો તે વિશે પણ તપાસ કરી રહી છે.
પ્રશંસકો વચ્ચે ગ્લેડિએટરના નામથી પ્રખ્યાત હતો
સંદીપ પ્રશંસકો વચ્ચે ગ્લેડિએટરના નામથી પ્રખ્યાત હતો. તેણે એક દશક સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું હતું. પંજાબ સિવાય કેનેડા, યૂએસએ અને યૂકેમાં પણ રમી ચૂક્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ગોળીઓનો અવાજ આવે છે અને પછી દર્શકો ભાગતા જોવા મળે છે.
એક પ્રફેશનલ કબડ્ડી ખેલાડીના રુપમાં સંદીપ નંગલ સ્ટોપરની પોઝિશનમાં રમતો હતો. કબડ્ડી ખેલાડી પર હુમલો કરનાર ગુંડા વિશે બતાવવામાં આવી રહ્યું છે કે લગભગ 12 લોકો હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર