કબડ્ડી માસ્ટર્સ: પાકિસ્તાનને પછાડીને ઈન્ડિયા પહોંચ્યુ સેમિફાઈનલમાં

News18 Gujarati
Updated: June 26, 2018, 11:26 PM IST
કબડ્ડી માસ્ટર્સ: પાકિસ્તાનને પછાડીને ઈન્ડિયા પહોંચ્યુ સેમિફાઈનલમાં

  • Share this:
વિશ્વ ચેમ્પિયન ભારત અને રનર્સ અપ ઈરાને અલ અસ્લ સ્પોર્ટ્સ કોમ્પલેક્શમાં છ દેશોની કબડ્ડી માસ્ટર્સ પ્રતિયોગિતામાં પોતાનું વર્ચસ્વ બનાવી રાખ્યું છે અને પોતાના ગ્રુપથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી. ભારતે 'ગ્રુપ એ'ના મુકાબલામાં પાકિસ્તાનને 41-17થી માત આપી જ્યારે ઈરાને દક્ષિણ કોરિયાને 31-27થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

ભારતની ટીમે પોતાના સ્ટાર રેડર અને મજબૂત ડિફેન્સથી શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું. ભારતને રોહિત કુમારે ત્રીજી જ મીનિટે પોઈન્ટ લઈને ભારતનું ખાતું ખોલાવ્યું. નવમી મીનિટમાં ભારતને ઓલઆઉટ કરીને 12-3ની લીડ મેળવી લીધી. પાકિસ્તાનનું ડિફેન્સ નબળું નજરે પડી રહ્યું છે પરંતુ તઓ મેચની શરૂઆતની દસ મીનિટ સુધી કોઈ ટેકલ પોઈન્ટ મેળવી શક્યું નહી. પહેલા હાફ સુધી ભારત પાસે 18-9ની લીડ હતી.

25મી મીનિટમાં ફરીથી એક વખત ફરીથી પાકિસ્તાનને ઓલઆઉટ કરી દીધું. તે પછી પાકિસ્તાનને મેચમાં વાપસીની કોઈ જ તક આપી નહી, અને ભારતે 41-17થી મેચ જીતી લીધી. ભારત તરફથી કેપ્ટન અજય ઠાકૂર અને રોહિત કુમારે રેડિંગમાં પોઈન્ટ અપાવ્યા જ્યારે ડિફેન્સમાં ગીરીશે સૌથી વધારે પાંચ પોઈન્ટ મેળવ્યા. ભારત ઉપરાંત ઈરાને પણ સેમિફાઈનલમાં ક્વોલિફાય કરી લીધુ છે.
First published: June 26, 2018, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading