Home /News /sport /

જ્વાલા ગુટ્ટાને બર્થ ડે પર મળ્યું સરપ્રાઇઝ, સાઉથના સુપસ્ટાર અભિનેતા સાથે કરી સગાઇ

જ્વાલા ગુટ્ટાને બર્થ ડે પર મળ્યું સરપ્રાઇઝ, સાઉથના સુપસ્ટાર અભિનેતા સાથે કરી સગાઇ

જ્વાલા ગુટ્ટાને બર્થ ડે પર મળ્યું સરપ્રાઇઝ, સાઉથના સુપસ્ટાર અભિનેતા સાથે કરી સગાઇ

સગાઇની તસવીર સોશિયલ મીડિયામાં આવતા જ પ્રશંસકો ચકિત થઈ ગયા

    હૈદરાબાદ : બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ (Jwala Gutta)પોતાના પ્રશંસકોને જોરદાર સરપ્રાઇઝ આપી છે. જ્વાલા અને સાઉથ ફિલ્મના સુપરસ્ટાર વિષ્ણુ વિશાલે (Vishnu Vishal) સગાઇ કરી લીધી છે. તેમની તસવીર સોશિયલ મીડિયામાં આવતા જ પ્રશંસકો ચકિત થઈ ગયા છે. આ વર્ષની શરૂઆતમાં જ્વાલા (Jwala Gutta Twitter)અને વિષ્ણુએ પોતાના સંબંધો જાહેર કર્યા હતા. આ પછી જોડી ઘણી વખત સાથે જોવા મળતી હતી. જોકે આજે જ્વાલાના જન્મ દિવસે બંનેએ પોતાના સંબંધો પર મહોર લગાવી દીધી છે.

    જ્વાલા ગુટ્ટાએ જણાવ્યું કે તેમની સગાઇ ગત રાતના રોજ થઈ હતી અને તેને આ સરપ્રાઇઝ તરીકે મળી છે. તેની જાહેરાત તેણે ટ્વિટર પર કરી હતી. જ્વાલાનું બેડમિન્ટન ડબલ્સમાં ભારતમાં મોટું નામ છે.

    આ પણ વાંચો - કોહલીની ટીમના આ બોલરના નથી થઈ રહ્યા લગ્ન, બધાની સામે ગર્લફ્રેન્ડને હિન્દીમાં આપી હતી ગાળ



    બીજી તરફ તમિલની ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહેલ અભિનેતા વિષ્ણુ વિશાલે પોતાની કારકિર્દીની શરૂઆત 2009માં કરી હતી. વિષ્ણુના લગ્ન 2011માં રજની નટરાજન સાથે થયા હતા પણ બંને બાદમાં અલગ થઈ ગયા હતા. જ્યારે જ્વાલાના લગ્ન બેડમિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે થયા હતા. જોકે મતભેદોના કારણે બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन