Home /News /sport /લિટલની મોટી સિદ્ધિ! T20-વર્લ્ડકપમાં કીવીઝ સામે લીધી હેટ્રીક, તોડી નાખ્યા રેકોર્ડ્સ

લિટલની મોટી સિદ્ધિ! T20-વર્લ્ડકપમાં કીવીઝ સામે લીધી હેટ્રીક, તોડી નાખ્યા રેકોર્ડ્સ

આઈરિશ બોલર જોશુઆ લિટલની હેટ્રીક

T20 World Cup: આયર્લેન્ડની ટીમના ફાસ્ટ બોલર જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હેટ્રીક લેતા અનેક વીક્ર્મ તોડી નાખ્યા હતા.

    Joshua Little Hattrick ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા 8મા T20 વર્લ્ડ કપની 37મી મેચ એડિલેડના મેદાન પર રમાઈ રહી છે જ્યાં ન્યૂઝીલેન્ડની ટીમ કરો યા મરો ટાઈપની મેચમાં આયર્લેન્ડનો સામનો કરવા આવી છે.

    આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ લઈને કિવી ટીમને 185 રન પર જ અટકાવી દીધી હતી. કિવીઝ ટીમ માટે આ મેચમાં કેપ્ટન કેન વિલિયમસન ફોર્મમાં પરત ફરતા તેણે 35 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.

    જોશુઆ લિટલે 19મી ઓવરમાં હેટ્રિક લીધી 

    આયર્લેન્ડ માટે ફાસ્ટ બોલર જોશુઆ લિટલે 19મી ઓવરમાં પોતાની ટીમને વાપસી કરાવતા હેટ્રિક લીધી હતી. ફિન એલન (32) અને ડેરીલ મિશેલ (31)એ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એક સમયે કિવી ટીમ એવી રીતે બેટિંગ કરી રહી હતી કે એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ 220થી વધુ રન બનાવશે, પરંતુ જોશુઆ લિટલે તેઓની આશા પર પાણી ફેરવી દીધું હતું.



    જોશુઆ લિટલે પહેલા કેન વિલિયમસનને ડેલનીના હાથે કેચ આઉટ કર્યા પછી તેના પછીના જ બોલ પર નીશમને LBW આઉટ કર્યો. મિશેલ સેન્ટનર પણ આગલા બોલ પર LBW થઇ પાછો ફર્યો હતો, જેના કારણે જોશુઆ લિટલ આ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો બીજો બોલર બન્યો. જોશુઆ લિટલ પહેલા UAEના ફાસ્ટ બોલર કાર્તિક મયપ્પન જે ભારતીય મૂળનો બોલર છે તેણે પણ વર્લ્ડકપમાં હેટ્રિક લીધી  હતી.

    આ પણ વાંચો: VIDEO: કિંગ કોહલીની ભાઈબંદી! લોકેશ રાહુલ ફોર્મમાં પરત આવતા ચડાવ્યો પાનો, છગ્ગા પર જુઓ કેવું રીએક્શન આપ્યું

    મોટા મોટા રેકોર્ડ્સ તોડ્યા

    આજે તો જોશુઆ લિટલે પોતાની બોલિંગના દમ પર રેકોર્ડ્સની ધમાલ મચાવી છે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં હેટ્રિક લેનારો તે છઠ્ઠો બોલર બન્યો છે અને ટી20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ માટે હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો છે, જ્યારે  આટલું જ નહીં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 વિકેટ ઝડપનાર બોલરનો રેકોર્ડ પણ જોશુઆ લિટલના નામે થઈ ગયો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket t20 world cup, Ireland, T20 World Cup 2022, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन