પોતાની આક્રમક ઈનિંગનો બટલરે ખોલ્યો રાજ, મુંબઈ માટે કહ્યું કંઈક આવુ

News18 Gujarati
Updated: May 14, 2018, 2:45 PM IST
પોતાની આક્રમક ઈનિંગનો બટલરે ખોલ્યો રાજ, મુંબઈ માટે કહ્યું કંઈક આવુ

  • Share this:
મુંબઈ ઈન્ડિયન્સ પર સાત વિકેટથી જીતના હિરો રહેલ રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે સતત 5મી અર્ધશતક બનાવ્યા બાદ કહ્યું કે, વાનખેડે સ્ટેડિયમની પિચ જાણિતી હોવાના કારણે તેને રન બનાવવામા મદદ મળી હતી.

બટલરના અણનમ 94 રનની મદદથી રાજસ્થાને બે ઓવર બાકી રહેતા જ જીત મેળવી લીધી હતી. બટલરે મેચ પછી કહ્યું, "મુંબઈ સાથે ગાળેલ સમયને મે માણ્યો હતો. અહી પાછા ફરીને સારૂ લાગ્યું. અહીના વાતાવરણથી હું સારી રીતે પરિચિત છું. હું બીજી મેચની આતુરતાથી રાહ જોઈશ."

બટલર 2016 અને 2017માં મુંબઈ ટીમમાં હતો. આ આઈપીએલમાં તે સતત પાંચમી અર્શશતક બનાવી ચૂક્યો છે, જેમાં પાછલી બે મેચોમાં મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ ક્રમશ: 94 અને 95 રનની અણનમ ઈનિંગ સામેલ છે.

બટલરે કહ્યું, "હાલમાં કરો અને મરોની પરિસ્થિતિ છે, મને આની ખુબ જ મજા આવી રહી છે અને મને વિશ્વાસ છે કે, આ ફોમને હું આગળ પણ યથાવત રાખીશ."

 
First published: May 14, 2018, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading