Home /News /sport /

IPL 2021: UAE લીગમાંથી બહાર થયા આ દિગ્ગજ ક્રિકેટરો

IPL 2021: UAE લીગમાંથી બહાર થયા આ દિગ્ગજ ક્રિકેટરો

Jonny Bairstow

ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, IPL છોડવાનો નિર્ણય ઇંગ્લેન્ડના વ્યસ્ત ટાઇમટેબલને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

19 સપ્ટેમ્બરથી શરૂ થનારી IPL 2021ની UAE લીગમાંથી ઇંગ્લેન્ડના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને દાઉદ મલાન બહાર થઇ ગયા હોવાના અહેવાલ છે. ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, IPL છોડવાનો નિર્ણય ઇંગ્લેન્ડના વ્યસ્ત ટાઇમટેબલને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વોક્સ, જે ઇંગ્લેન્ડની ટી20 ટીમ અને એશિઝનો ભાગ છે, આગામી થોડા સપ્તાહ પરિવાર સાથે સમય પસાર કરવાની તક તરીકે આ અવસરને જુએ છે. ભારત સામેની શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પરત ફરેલા મલાન અને બેયરસ્ટો પણ ટી20 ટીમમાં સામેલ છે.

ભારતીય કેમ્પમાં કોવિડ-19ના વધુ કેસના ભયને કારણે મેચ શરૂ થવાના બે કલાક પહેલા રદ્દ થયેલ 5મી ટેસ્ટ INDvsENG શ્રેણીમાં આ ત્રણેય ખેલાડીઓ સામેલ હતા. વિવિધ IPL ફ્રેન્ચાઇઝીના કેટલાક ભારતીય ખેલાડીઓને ઇંગ્લેન્ડની બહાર યુએઇમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ઇંગ્લેન્ડના ખેલાડી આ લીગ માટે આજે ઉડાન ભરશે.

ઉલ્લેખનીય છે કે, બેયરસ્ટો સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ રહ્યો છે અને તેણે પહેલા હાફમાં તમામ 7 મેચ રમી હતી અને 41.33ની ઝડપે 248 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર વોક્સ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતા અને તેણે આ સિઝનમાં ટીમ માટે 3 મેચ રમી હતી. જ્યારે નંબર-1 પર રહેલા ટી20 ખેલાડી મલાને પંજાબ કિંગ્સ માટે માત્ર એક જ મેચ રમી હતી. PBKSના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલે આ સમાચાર બહાર આવ્યાના થોડા જ સમયમાં પુષ્ટિ કરી હતી. મલાનના રિપ્લેસમેન્ટ તરીકે તેમણે દક્ષિણ આફ્રિકાના એડેન માર્ક્રમને પસંદ કર્યાના અહેવાલો છે

બેયરસ્ટોની ગેરહાજરીનો અર્થ છે ડેવિડ વોર્નર. જેણે કેન વિલિયમસન સામે તેની કેપ્ટનશીપ ગુમાવી હતી અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં લીગ સ્થગિત થાય તે પહેલા પોતાની છેલ્લી ગેમ માટે SRH પ્લેઇંગ ઇલેવનથી બહાર થઇ ગયો હતો, જે ફરીથી પ્લેયિંગ ઇલેવનમાં જશે. UAEમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપની સાથે આઇપીએલ નહીં રમી શકવાથી બેયરસ્ટો, મલાન અને વોક્સને પરીવાર સાથે પસાર કરવા વધુ સમય મળશે. બંને ઇંગ્લેન્ડની એશેઝ પ્લાન્સનો પણ ભાગ છે, પરંતુ હાલમાં ડાઉન અંડરના પ્રવાસ પર પણ શંકા છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ કોવિડ સમયે આવનાર મુસાફરો પર દુનિયામાં થોડા સમય માટે કડક પ્રતિબંધો લગાવ્યા છે.

જોસ બટલર પોતાના બીજા બાળકના જન્મના કારણે પહેલાથી જ 2021 IPLના બીજા સિઝનથી દૂર રહ્યા હતા. જ્યારે બેન સ્ટોક્સે ક્રિકેટે પોતાનો બ્રેક વધારવાનો નિર્ણય કર્યો છે અને ટી20 વર્લ્ડ કપમાં સામેલ નહીં થાય. સ્ટોક્સ લીગના પહેલા ફેઝ દરમિયાન ઇજાગ્રસ્ત થવાના કારણે બહાર થઇ ગયો હતો. જોફ્રા આર્ચરને 2022 સુધી ઇજાના કારણે સાઇડલાઇન કરાયા હતા અને તે યુએઇમાં રાજસ્થાન રોયલ્સ માટે પણ પરત નહીં ફરે. વિકેટકિપર-બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને તેમની જગ્યાએ પરત લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો - નોકરી છોડો અને 50,000 લગાવી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડો નફો, જાણો કેવી રીતે?

જોકે, આ આઇપીએલમાં ઇંગ્લેન્ડના 10 ખેલાડીઓ મોઇન અલી અને સેમ કુરન, ટોમ કરન, જ્યોર્જ ગાર્ટન, ઓઇન મોર્ગન, ક્રિસ જોર્ડન, આદિલ રશિદ, લિયામ લિવિંગસ્ટોન અને જેસન રોય શામેલ થશે.
First published:

Tags: Indian cricket news, Ipl 2021

આગામી સમાચાર