Home /News /sport /ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, જોફ્રા આર્ચર થયો ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, જોફ્રા આર્ચર થયો ઈજાગ્રસ્ત

    લંડન: ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર જોફ્રા આર્ચર (Jofra Archer)નું ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ મેચમાં રમવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે. કારણ કે કેંટ તરફથી સક્સેસ તરફથી કાઉંટી ચેમ્પિયનશીપ દરમિયાન થયેલી કોણીના ભાગની ઈજામાં તેને દુખાવો શરૂ થયો છે. 26 વર્ષીય આર્ચર આ પહેલા પણ કોણીના ભાગમાં ઈજાને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. જેના કારણે તે ભારત સામેની 2 ટેસ્ટ મેચમાં અને સ્થગિત થયેલી આઇપીએલ 2021 (IPL 2021)માંથી બહાર થયો હતો. આ સિવાય 2020ની શરૂઆતમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પણ તે રમી શક્યો ન હતો.

    કોણીના ભાગમાં થયેલી ઈજાથી વાપસી કર્યા બગા સક્સેસ તરફથી પોતાની પહેલી મેચ રમી રહેલો આર્ચરે પહેલી ઈનિંગમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં તેણે માત્ર 5 ઓવર ફેકી અને તેને કોણીના ભાગમાં સોજો આવી ગયો હતો.

    સસેક્સના મુખ્ય કોચ ઇયાન સેલિસબરીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો તમે હાલના દિવસો તરફ નજર નાખો તો તે આવતી કાલે બોલિંગ કરી શકશે નહીં. તમારે ઇસીબી (ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ) ને પૂછવું પડશે. તેમણે કહ્યું કે, જ્યારે પણ જોફ્રા બોલિંગ કરવામાં અસમર્થ હોય છે, એક નેતા તરીકે અને એક ટીમ તરીકે, તમે નિરાશ થાઓ છો, પરંતુ તે થાય છે. લોકો રમત-ગમતમાં ઘાયલ થાય છે. આ જ જીવન છે.

    સેલિસબરીએ કહ્યું કે, તે હજી પણ મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છે કારણ કે, તે સસેક્સ જીતવા માંગે છે. આ મેચમાં રમવા માટે તેને (ઇસીબી) મંજૂરી આપવી પડશે. તે અમારો ખેલાડી નથી, તેથી આપણે તેની પાસેથી મંજૂરી લેવી પડશે. ઇંગ્લેન્ડે 2 જૂનથી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ન્યુઝીલેન્ડનું આયોજન કરવું છે. આ શ્રેણી માટે મંગળવારે ટીમની જાહેરાત કરવામાં આવશે. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ઇંગ્લેન્ડે ઘરઆંગણે ભારત સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જે 4 ઓગસ્ટથી શરૂ થશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: England Cricket team, India vs england, Jofra archer, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन