ઇંગ્લેન્ડના બોલર જિમ લેકરે રચ્યો હતો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં જ ઝડપી હતી 19 વિકેટ

પ્રતીકાત્મક તસવીર.

31 July in Cricket history: ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર ​​લેકરે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 37 રન આપીને 9 વિકેટ લીધી હતી, જ્યારે બીજા દાવમાં 53 રન આપીને બધી જ 10 વિકેટ ઝડપી હતી.

  • Share this:
નવી દિલ્હી: 31 જુલાઈનો દિવસ ક્રિકેટ ઇતિહાસમાં ઇંગ્લેન્ડની ટીમ અને તેના બોલર જિમ લેકર (Jim Laker) માટે ખૂબ જ ખાસ છે. 31 જુલાઈ, 1956ના રોજ લેકરે ટેસ્ટ મેચમાં 19 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. જિમ લેકરે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઓસ્ટ્રેલિયા (England vs Australia) સામે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. લેકરે માન્ચેસ્ટરમાં 26 જુલાઈથી શરૂ થયેલી આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 31 જુલાઈએ મેચમાં 19 વિકેટ લીધી હતી, જેમાં બીજા દાવમાં દસ વિકેટનો સમાવેશ થાય છે.

ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર ​​લેકરે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 37 રન આપીને 9 વિકેટ લીધી હતી, જ્યારે બીજા દાવમાં 53 રન આપીને બધી જ 10 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે પીટર મેની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ઈનિંગમાં 459 રન બનાવ્યા હતા. જેમાં ઇંગ્લેન્ડના ઓપનર પીટર રિચર્ડ્સે 104 અને ડેવિડ શેપર્ડે 113 રન ફટકાર્યા હતા. રિચાર્ડસને કોલિન કાઉડ્રે (80) સાથે મળીને 174 રનની ઓપનિંગ પાર્ટનરશીપ પણ કરી હતી. જયારે ઓસ્ટ્રેલિયા તરફથી ઈયાન જોનસને 4 અને રિચી બેનૉએ 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હૉકી ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ ઇનિંગ માત્ર 84 રનમાં સમેટાઈ ગઇ હતી, જેમાં લેકરે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને એક બાદ એક પેવેલિયન ભેગા કરી દીધા હતા. યજમાન ટીમના ઓપનર માત્ર કોલિન મેકડોનાલ્ડ અને જિમ બુરકે જ ડબલ ડિજિટના આંકડાને સ્પર્શી શક્યા હતા. ફોલોઓન કરતા હોવા છતાં ઓસ્ટ્રેલિયન ટીમના હાલ બેહાલ હતા. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઈનિંગમાં 205 રનમાં સમેટાઈ ગઈ હતી. આમ ઇંગ્લેન્ડે આ મેચ એક ઈનિંગ અને 170 રનથી જીતી લીધી હતી. જ્યારે છેલ્લો ખેલાડી લેન મેડોક્સ LBW આઉટ થયો, ત્યારે લેકર બધી 10 વિકેટ્સ લેવાની ખુશીમાં ઝૂમી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: સરહદ વિવાદ: મિઝોરમ પોલીસે આસામના સીએમ સામે ફરિયાદ નોંધી







તમને જણાવી દઈએ કે, લેકરે પોતાની કારકિર્દીમાં 46 ટેસ્ટ મેચ રમી હતી અને 63 ઇનિંગ્સમાં 193 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે બે અડધી સદીની મદદથી 676 રન બનાવ્યા હતા. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 1944 વિકેટ લીધી હતી, તેમજ 2 સદી અને 18 અડધી સદીની મદદથી 7304 રન બનાવ્યા હતા. લંડનમાં વર્ષ 1986માં 64 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
First published: