Home /News /sport /Jhulan Goswami Retires: ઝુલન ગોસ્વામી જેવું કોઈ નથી, છોકરાઓ સાથે રમનાર 'બોલ ગર્લ'થી લઈને વિકેટના વર્લ્ડ રેકોર્ડ સુધી, જાણો..

Jhulan Goswami Retires: ઝુલન ગોસ્વામી જેવું કોઈ નથી, છોકરાઓ સાથે રમનાર 'બોલ ગર્લ'થી લઈને વિકેટના વર્લ્ડ રેકોર્ડ સુધી, જાણો..

ઝુલન ગોસ્વામીને તેની ઝડપી બોલિંગને કારણે 'ચકદા એક્સપ્રેસ' કહેવામાં આવે છે.

Jhulan Goswami Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરતી નહિં જોવા મળે. ઝુલને 24 સપ્ટેમ્બરે 'હોમ ઓફ ક્રિકેટ' એટલે કે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર તેની 20 વર્ષની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું છે. 39 વર્ષીય ઝુલનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ODI હતી. તેણે જતાં જતાં તેની છેલ્લી મેચમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

વધુ જુઓ ...
    Jhulan Goswami Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરતી નહિં જોવા મળે. ઝુલને 24 સપ્ટેમ્બરે 'હોમ ઓફ ક્રિકેટ' એટલે કે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર તેની 20 વર્ષની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું છે. 39 વર્ષીય ઝુલનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ODI હતી. તેણે જતાં જતાં તેની છેલ્લી મેચમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

    જમણા હાથની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ખૂબ જ શાનદાર હતી. તેણે 204 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી જેમાં તેના નામે 255 વિકેટ છે. આ દરમિયાન આ ઝડપી બોલરે મેચમાં 7 વખત 4 વિકેટ અને બે વખત 5 વિકેટ લીધી.

    મહિલા ODIમાં ક્રિકેટમાં ઝૂલને સૌથી બેલ ફેક્યા

    ઝુલન ગોસ્વામી મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. ઝુલન પછી સક્રિય ખેલાડીઓમાં સ્ટેફની ટેલરે સૌથી વધુ 152 વિકેટ લીધી છે. ઝુલને 12 ટેસ્ટ મેચમાં 44 વિકેટ અને 68 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 56 વિકેટ લીધી છે. મહિલા ODI ક્રિકેટમાં 10000 થી વધુ બોલ ફેંકનાર તે પ્રથમ બોલર છે. ઝુલને ઈંગ્લેન્ડ સામેની તેની છેલ્લી વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી.

    25 નવેમ્બર 1982ના રોજ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના નાના શહેર ચકડામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલી આ ખેલાડીએ છોકરાઓ સાથે રમીને ક્રિકેટની શરૂઆત કરી હતી. ઝુલનને શરૂઆતના દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રેક્ટિસ માટે તેને લોકલ ટ્રેનમાં અઢી કલાક મુસાફરી કરવી પડતી હતી.

    આ પણ વાંચો : IND v ENG: ટીમ ઈન્ડિયાએ ઝુલન ગોસ્વામીની વિદાય મેચને યાદગાર બનાવી... રેણુકાના 'ચોગ્ગા'થી ઈંગ્લેન્ડની ધોલાઈ

    ઝુલન ગોસ્વામીને વર્ષ 1997માં પ્રથમ વખત લેધર બોલથી રમવાનો મોકો મળ્યો હતો. પાંચ વર્ષ પછી તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું.

    વર્ષ 2002માં ઝુલન ગોસ્વામીએ ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે વન-ડે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કેપ્ટન અંજુમ ચોપરાએ ઝુલનને નવો બોલ સોંપ્યો અને આ બોલરે તેને નિરાશ ન કરી. ઝુલને પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા અને 2 વિકેટ લીધી.

    ઝુલન ગોસ્વામીને તેની ઝડપી બોલિંગને કારણે 'ચકદા એક્સપ્રેસ' કહેવામાં આવે છે. ઝુલન 120 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.

    ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં  ઝૂલનનો દબદબો

    ઝુલન ગોસ્વામીએ ફિટનેસ સાથે કોઈપણ રીતે સમાધાન કરતી ન હતી. તેણીના ક્રિકેટ કારકિર્દી દરમિયાન તે ઘણી વખત ઇજાગ્રસ્ત થઈ હતી, પરંતુ તેણે ક્યારેય હાર માની નથી. ઝુલનને એક લડાયક બોલર તરીકે યાદ કરવામાં આવશે. ઝુલન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. તેણે ટેસ્ટ, વનડે અને T20માં મળીને કુલ 353 વિકેટ લીધી છે.

    ઝુલને 23 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. તે ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારી સૌથી યુવા બોલર બની હતી. મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઝુલનના નામે છે. તેણે મહિલા વન ડે વર્લ્ડ કપમાં કુલ 40 વિકેટ લીધી હતી.

    ઝૂલને રમ્યા 6 વર્લ્ડ કપ

    ઝુલન ગોસ્વામીએ લગભગ 6 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તેણીને 2007 માં ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ ઇઓન તરીકે પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2010 માં આ બોલરને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

    2002માં ઝુલનના ડેબ્યૂ બાદ ઘણી મહિલા ક્રિકેટરો આવી અને જતી રહી પરંતુ બંગાળની બોલરે પોતાને સ્થાપિત કરી અને સ્ટાર તરીકે ઉભરી. છેલ્લા 20 વર્ષમાં તે યુવાનો માટે રોલ મોડલ બની ગઈ છે. દેશના ખૂણે ખૂણે દરેક રમતમાં યુવા ખેલાડીઓ તેને પોતાનો રોલ મોડલ માને છે.

    'ઝુલન દી' તરીકે પ્રખ્યાત 

    ઝુલન યુવા ખેલાડીઓમાં 'ઝુલન દી' તરીકે પ્રખ્યાત છે. મહિલા ક્રિકેટરો ઝુલનને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાનો રોલ મોડેલ માને છે. પાકિસ્તાનની બોલર કૈનાત ઈમ્તિયાઝે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે ઝુલનને જોઈને જ ફાસ્ટ બોલર બની ગઈ હતી.

    1997ના વર્લ્ડ કપમાં ઝુલન ગોસ્વામી બોલ ગર્લ (ફિલ્ડની બહાર બોલ પરત કરતી) હતી. તેણે તેની વિદાય મેચ પહેલા કહ્યું હતું કે આ વર્લ્ડ કપ ફાઈનલ જોયા બાદ તેણે ક્રિકેટને કરિયર બનાવવાનું મન બનાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં 90,000 દર્શકો હાજર હતા.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन