Home /News /sport /ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

ઝુલન ગોસ્વામીને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું

Jhulan Goswami bids farewell to cricket : ભારતની મહાન મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લૉર્ડ્સના મેદાન પર પોતાની કરિયરની અંતિમ મેચ રમી રહી છે. અંતિમ મેચ પહેલા ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમ મીટિંગ દરમિયાન ભાવુક જોવા મળી હતી અને હરમનને ગળે લગાવીને રડી પડી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતની મહાન મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લૉર્ડ્સના મેદાન પર પોતાની કરિયરની અંતિમ મેચ રમી રહી છે. અંતિમ મેચ પહેલા ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમ મીટિંગ દરમિયાન ભાવુક જોવા મળી હતી અને હરમનને ગળે લગાવીને રડી પડી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

20 વર્ષથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલ આ ફાસ્ટ બોલર જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની અંતિમ વન ડે મેચ રમવા માટે મેદાન પર આવી તો કેપ્ટન હરમનપ્રીત કૌરે તેને ટોસ દરમિયાન પણ ખુદ સાથે રહેવાનો આગ્રહ કર્યો હતો અને ઝૂલને તેનો સ્વીકાર પણ કર્યો હતો.

ઝૂલન ગોસ્વામીની શાનદાર ક્રિકેટ કરિયર અને તેની જીંદગી પર એક ફિલ્મ પણ બની રહી છે. ઝૂલન ગોસ્વામીએ ભારત માટે 12 ટેસ્ટ મેચ, 214 વન ડે અને 68 ટી-20 મેચ પણ રમી છે. ત્રણેય ફોર્મેટમાં મળીને ઝૂલન ગોસ્વામીએ કુલ 353 વિકેટ ઝડપી છે.

ઝૂલનને બંગાળ ક્રિકેટ સંઘ સમ્માનિત કરશે

બંગાળ ક્રિકેટ સંઘ (CAB)એ ભારતની દિગ્ગજ મહિલા બોલર ઝૂલન ગોસ્વામીને સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. સીએબીના અધ્યક્ષ અભિષેક દાલમિયાએ જાહેરાત કરી છે કે ઝૂલન ગોસ્વામીના નામ પર ઇડન ગાર્ડન્સમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે. જોકે, હજુ એપેક્સ કાઉન્સિલ પાસેથી તેની મંજૂરી મળવાની બાકી છે.

આ પણ વાંચો: નેશનલ સ્ટેડિયમમાં માંડ માંડ બચ્યો આ પ્લ્યેયર, મજબૂત હેલ્મેટને પણ વીંધી આ બોલ સીધો જ... જુઓ Video

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ વન ડે મેચની સીરિઝની અંતિમ મેચમાં ઝૂલન ગોસ્વામીને શાનદાર વિદાય આપવામાં આવી હતી. તમામ ભારતીય ખેલાડી ઝૂલન ગોસ્વામીને વિદાય આપવા પહેલા એક સાથે ભેગા થયા હતા. આ દરમિયાન પણ તમામે યાદગાર ક્ષણોને યાદ કરી હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના વચગાળાના ચીફ એક્ઝીક્યૂટિવ ક્લેયર કોનોર અને હેડ કોચ લીસા કાઇટલેએ ઝૂલનને ઇંગ્લેન્ડના ખેલાડીઓ દ્વારા સાઇન કરવામાં આવેલી જર્સી ગિફ્ટ કરી હતી.



ઝુલનને ગાર્ડ ઓફ ઓનર

જ્યારે 39 વર્ષીય ઝુલન નવમા નંબર પર બેટિંગ કરવા ઉતરી ત્યારે સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ત્યારે ગૂંજી ઉઠ્યું જ્યારે યજમાન ઇંગ્લેન્ડની મહિલા ટીમની ખેલાડીઓ લોર્ડ્સમાં બે હરોળમાં ઊભી રહી અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રત્યે લાગણીશીલ ઝુલને પણ યજમાન ખેલાડીઓનું સન્માન સ્વીકારવા બદલ કૃતજ્ઞતામાં પોતાનો જમણો હાથ ઊંચો કર્યો હતો.
First published:

Tags: Jhulan Goswami

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો