ધોની કેમ નથી રમતો રણજી ટ્રોફી, કારણ જાણી ધોનીના બની જશો આશિક

News18 Gujarati
Updated: December 21, 2018, 4:19 PM IST
ધોની કેમ નથી રમતો રણજી ટ્રોફી, કારણ જાણી ધોનીના બની જશો આશિક
ધોની કેમ નથી રમતો રણજી ટ્રોફી, કારણ જાણી ધોનીના બની જશો આશિક

ધોની રણજી ટ્રોફી કેમ નથી રહ્યો તે વાતનો ખુલાસો ઝારખંડ ક્રિકેટ ટીમના કોચ રાજીવ કુમારે કર્યો

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે શ્રેણી રમ્યા પછી ક્રિકેટથી દૂર છે. ધોની હવે આગામી વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા તરફથી રમતો જોવા મળશે.

થોડા સમય પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે સવાલ ઉઠાવ્યો હતો કે ધોની રણજી ટ્રોફીમાં કેમ રમતો નથી. જો તે રમે તો તેને પ્રેક્ટિસ પણ થશે અને પોતાના ફોર્મમાં પરત પણ આવી જશે. ધોની રણજી ટ્રોફી કેમ નથી રહ્યો તે વાતનો ખુલાસો ઝારખંડ ક્રિકેટ ટીમના કોચ રાજીવ કુમારે કર્યો છે.

કોચ રાજીવ કુમારે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે ધોની સાથે રણજી ટ્રોફી રમવાની લઈને અમે વાત કરી ચૂક્યા છીએ. તેમનું કહેવું છે કે જો ધોની ચાર દિવસીય રણજી ટ્રોફીની મેચમાં રમે તો તેના સ્થાને કોઈ યુવા ખેલાડી માટે ટીમમાં રમવાનો રસ્તો બંધ થઈ જશે. ધોનીનો ચાર દિવસીય રણજી મેચ નહીં રમવાનો મતલબ સ્પષ્ટ છે. ધોની નથી ઇચ્છતો કે તેના સ્થાને કોઈ યુવા ખેલાડી પોતાના તકથી વંચિત રહે. ધોનીનું રણજી ટ્રોફીમાં નહીં રમવાના કારણને આપણે સમજવું પડશે.

આ પણ વાંચો - ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ

રાજીવ કુમારે કહ્યું હતું કે ધોનીની એ વાતની પ્રશંસા કરીશ કે જ્યારે પણ તે રાંચીમા હોય છે તો પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. આ સિવાય યુવા ક્રિકેટરો સાથે પણ ચર્ચા કરે છે.
First published: December 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading