Home /News /sport /IPL AUCTION 2023: એક સમયે કરોડોમાં રમતા ગુજ્જુ ખેલાડીને છેલ્લી 4 સિઝનથી થઈ રહ્યો છે લોસ, આજે ખરીદાયો માત્ર 50 લાખમાં

IPL AUCTION 2023: એક સમયે કરોડોમાં રમતા ગુજ્જુ ખેલાડીને છેલ્લી 4 સિઝનથી થઈ રહ્યો છે લોસ, આજે ખરીદાયો માત્ર 50 લાખમાં

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની શરૂઆત વર્ષ 2010થી કરી હતી.

IPL AUCTION 2023 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની શરૂઆત વર્ષ 2010થી કરી હતી. વર્ષ 2010માં તેણે ત્રણ મેચમાં 85 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. વર્ષ 2012, 2015 અને 2016માં જયદેવ ઉનડકટના ભાગે રમવામાં માત્ર એક-એક મેચ જ આવી હતી.

વધુ જુઓ ...
રાજકોટ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે કોચીમાં ઓક્શન ચાલી રહ્યું છે. ઓક્શનના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના ત્રણ જેટલા ખેલાડીઓને બોલી લગાવી જુદી જુદી ટીમ દ્વારા પોતાનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં જયદેવ ઉનડકટ, સમર્થ વ્યાસ અને પ્રેરક માંકડનો સમાવેશ થાય છે. જયદેવ ઉનડકટને લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા તેના બેઝ પ્રાઇસ એટલે કે રૂ.50 લાખમાં ખરીદ કરવામાં આવ્યો છે. જ્યારે કે સમર્થ વ્યાસને રૂપિયા 20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદ કરવામાં આવ્યો છે.

અર્શ સે ફર્શ પર! 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની શરૂઆત વર્ષ 2010થી કરી હતી. વર્ષ 2010માં તેણે ત્રણ મેચમાં 85 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. વર્ષ 2012, 2015 અને 2016માં જયદેવ ઉનડકટના ભાગે રમવામાં માત્ર એક-એક મેચ જ આવી હતી. ત્યારે આ ત્રણ વર્ષને બાદ કરતાં તમામ વર્ષમાં તેને 4 વિકેટથી લઈ 24 વિકેટ સુધી પ્રત્યેક વર્ષમાં ઝડપી છે.

આ પણ વાંચો: આઇપીએલના મેગા ઓક્શનમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમમાં સમાવેશ

2010 થી લઈ 2022 સુધીમાં 2017માં જયદેવ ઉનડકટ દ્વારા સર્વાધિક 24 વિકેટ ઝડપી પાડવામાં આવી હતી. જેના કારણે વર્ષ 2018માં તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા રૂપિયા 11.5 કરોડમાં ખરીદ કરવામાં આવ્યો હતો. 2018માં રાજસ્થાન રોયલ્સ દ્વારા 11.5 કરોડમાં ખરીદ કરવામાં આવ્યા બાદ તેણે 15 મેચમાં 302 બોલની અંદર 486 રન આપી 11 વિકેટ ઝડપી હતી. આમ વર્ષ 2018માં તેની ઇકોનોમી 9.65 ની રહી હતી. 2019 માં રાજસ્થાન રોયલ્સ દ્વારા જ જયદેવ ઉનડકટને 8.4 કરોડ આપી પોતાનામાં જ સમાવવામાં આવ્યો હતો. ત્યારે 2018 કરતાં 2019 માં તેનું પ્રદર્શન કમ્પેરેટિવલી નબળું રહ્યું હતું.

વર્ષ 2019માં 11 મેચમાં તેણે 224 બોલમાં 398 રન આપી 10 વિકેટ ઝડપી પાડી હતી. 2019 માં તેની ઇકોનોમી 10.66 ની રહી હતી. જ્યારે કે વર્ષ 2020 અને 21માં તેણે માત્ર ચાર-ચાર વિકેટ જ ટુર્નામેન્ટ દરમિયાન ઝડપી પાડી છે. તેમજ વર્ષ 2022 માં પાંચ મેચમાં તેણે 120 બોલમાં 190 રન આપી છ વિકેટ ઝડપી પાડી હતી.
Published by:Rakesh Parmar
First published:

Tags: Indian premier league, IPL 2023, IPL Auction 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો