Home /News /sport /Jaydev Unadkat HatTrick: ગુજરાતી ખેલાડીએ પહેલી જ ઓવરમાં હેટ્રીક લીધી! રણજીના ઇતિહાસમાં પહેલી વખત બની આવી ઘટના

Jaydev Unadkat HatTrick: ગુજરાતી ખેલાડીએ પહેલી જ ઓવરમાં હેટ્રીક લીધી! રણજીના ઇતિહાસમાં પહેલી વખત બની આવી ઘટના

જયદેવ ઉનડકટ

સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે મેચના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ધ્રુવ શૌરી, વૈભવ રાવલ અને યશ ઢૂલને આઉટ કર્યો હતો. આ સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે.

    Jaydev Unadkat Ranji Trophy Hattrick: સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે 12 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયામાં વાપસી સાથે 2022નો અંત કર્યો હતો. યાદગાર વાપસી બાદ ફરીથી ફાસ્ટ બોલર ચમક્યો છે. હાલ ચાલી રહેલી રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લઇને 2023ની શરૂઆત કરી છે. રાજકોટમાં દિલ્હી સામે તરખાટ મચાવતા જયદેવ ઉનડકટે 39 રનમાં 8 વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં આવા સારા આંકડા અગાઉ તેણે નોંધાવ્યા નથી.

    પહેલી જ ઓવરમાં હેટ્રીક લીધી!

    સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે મેચના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ધ્રુવ શૌરી, વૈભવ રાવલ અને યશ ઢૂલને આઉટ કર્યો હતો. આ સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. દિલ્હીના કેપ્ટન ઢૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ આ નિર્ણય તેઓને માથે પડ્યો હતો.

    પહેલી ઓવર જ નહીં બીજી ઓવરમાં પણ તેણે શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું. ઉનડકટે આ પછીની ઓવરમાં જોન્ટી સિદ્ધુ અને લલિત યાદવની વિકેટ ઝડપી 21મી વખત પાંચ વિકેટ ઝડપી હતી. ત્રીજી ઓવરમાં તેણે નવોદિત ખેલાડી લક્ષ્ય થરેજાને આઉટ કર્યો હતો.

    હજુ બીજી હેટ્રીક લેવાની તક

    દિલ્હીની ટીમને રીતસર ઘૂંટણીયે પડી દેતા એકસમયે દિલ્હીનો સ્કોર 10 રનમાં 7 વિકેટ હતો. ઋત્વિક શૌકીન (અણનમ 68)અને શિવાંક વશિષ્ઠે નવમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. જેથી દિલ્હી 133 રન બનાવી શકવા સફળ રહ્યું હતું. ઉનડકટે વશિષ્ઠ અને કુલદીપ યાદવને વારાફરતી આઉટ કર્યા હતા. એટલા માટે બીજી ઇનિંગ્સમાં પણ ઉનડકટ પાસે ફરી હેટ્રિક ઝડપવાની તક છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં પોતાની ઓવરના પાંચમાં અને છઠ્ઠા બોલ પર વિકેટ ઝડપી છે. જેથી બીજી ઇનિંગ્સના પ્રથમ બોલે વિકેટ ઝડપી તો બીજી હેટ્રિક થશે. એટ્લે કે એક રીતે જોઈએ તો તેણે પાંચ બોલમાં પાંચ વિકેટ લીધી કહેવાય. અને આ પાંચેય બોલ પહેલા અને છેલ્લા બોલ હતા.

    6 બેટ્સમેન ઝીરોમાં ઘર ભેગા

    દિલ્હીના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા. દિલ્હીનો ઓપનર બેટ્સમેન ધ્રુવ શૌરી જયદેવ ઉનડકટના ત્રીજા બોલે ક્લીન બોલ્ડ થયો હતો. બીજા બોલે વૈભવ રાવલને વિકેટકિપર હરવિક દેસાઇના હાથે કેચ આઉટ કરાયો હતો. આ પછી યશ ઢૂલને એલબી આઉટ કરીને ઉનડકટે પોતાની હેટ્રિક પુરી કરી હતી.  IPL નો સ્ટાર બેટર આયુષ બદોની પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. દિલ્હીના કુલ 6 બેટ્સમેન ખાતું ખોલાવવા નિષ્ફળ ગયા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Jaydev Unadkat, Ranji trophy, ક્રિકેટ, રણજી ટ્રોફી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन