Jaydev Unadkat: જયદેવ ઉનડકટની હાર્દિક પંડ્યા સાથે સરખામણી થતા કર્યો ખુલાસો, ટ્વીટર પર લખ્યુ-Video મૂકવાનો અર્થ એ નથી કે....
Jaydev Unadkat: જયદેવ ઉનડકટની હાર્દિક પંડ્યા સાથે સરખામણી થતા કર્યો ખુલાસો, ટ્વીટર પર લખ્યુ-Video મૂકવાનો અર્થ એ નથી કે....
જયદેવ ઉનડકટના ટ્વીટનું અર્થઘટન જુદું થતા તેણે ટ્વીટર પર ખુલાસો કર્યો છે
Jaydev Unadkat: જયદેવ ઉનડકટે એક વીડિયો મૂકતા સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ હતી. ચાહકો કહેવા લાગ્યા હતા કે આ તો હાર્દિક પંડ્યા કરતા સારો ઓલરાઉન્ડર છે. આ અંગે જયદેવ ઉનડકટે લોકોને સલાહ પણ આપી છે.
જયદેવ ઉનડકટ હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી છે (SMAT 2021 Jaydev Unadkat Video). ફાસ્ટ બોલરે પોતાની બેટિંગનો એક વીડિયો મૂકતા ફેન્સ તેને હાર્દિક પંડ્યા (Jaydev Undakat Batting Comparison With Hardik Pandya) સાથે સરખાવી રહ્યા છે. રણજી અને ડોમેસ્ટિક ક્રિકેટના અન્ય ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા જયદેવ ઉનડકટની તાજેતરમાં જ જાહેર થયેલી ટી-20 ટીમ અથવા તો સાઉથ આફ્રિકા પ્રવાસે જનારી ઈન્ડિયા-એની ટીમમાં પસંદગી થઈ નથી. દરમિયાન જયદેવ ઉનડકટે ટ્વીટરમાં પોતાની આક્રમક બેટિંગનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોના કારણે ધમાલ ચમી ગઈ હતી. જયદેવ ઉનડકટનું ટ્વીટસ વાયરલ થઈ ગયા બાદ સૌરાષ્ટ્રના કેપ્ટને ટ્વીટર પર આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે અને આવી સરખામણીઓને પાયા વિહોણી ગણાવી છે. જયદેવ ઉનડકટે એવું પણ લખ્યું છે કે વીડિયો મૂકવાનો અર્થ એ નથી કે તમે કોઈની સાથે પોતાની સરખામણી કરો છો.
જયદેવ ઉનડકટે ટ્વીટરમાં લખ્યું છે કે, 'વીડિયો અપલોડ કરવાનો મતબલ એ નથી કે હું કોઈ ખેલાડી સાથે મારી સરખામણી કરી રહ્યો છું ન તો કોઈના સાથે જીભાજોડી કરી રહ્યો છું. ડોમેસ્ટિક ટુર્નામેન્ટનું ટીવી પર ટેલિકાસ્ટ થતું નથી અને મેં મારી ટીમ માટે જે કર્યુ તેમાં મને ગૌરવ છે. હું ખુશ છું અને મેં તે ખુશી દર્શાવી છે. (શું આવું કરવામાં આપણે બધા ખુશ નથી થતા)
જયદવે વધુમાં લખ્યું કે આપણે ચીજોને સકારત્મક રીતે ન લેવી જોઈએ. જે લોકો આ લેવલ પર પહોંચે છે તેમના માટે સમાન આદર ભાવ રાખવો જોઈએ. એક ટ્વીટ કરી દેવું બહું સહેલું છે પરંતુ રમતમાં આ પ્રકારના ઉચ્ચ સ્તરે પહોંચવું જ્યાં લાખો કરોડો લોકો રમતા હોય તે અઘરૂં છે.
By the means of uploading videos of what I was able to do in a recent domestic series (cos it isn’t telecasted), doesn’t mean I am taking a jibe at anyone or any player in anyway. I took pride in what I did for my team. I am happy. I showed off. (don’t we all love to do that?)
જયદેવ ઉનડકટે પોતાની બેટિંગનો વીડિયો ટ્વીટ કર્યો હતો. આ ટ્વીટમાં તેણે લખ્યુ હતું કે બીજો એક ફાસ્ટ બૉલર જે બેટિંગ કરી શકે છે. આ ટ્વીટ બાદ કેટલાક યૂઝર તેની સરખામણી હાર્દિક સાથે કરવા લાગ્યા હતા. કેટલા યૂઝરે આ ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે તું હાર્દિક પંડ્યા કરતા વધું સારો ઓલરાઉન્ડર છે. જોકે, કેટલાક દર્શકોએ એવું પણ લખ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં લેવાની જરૂર હતી.
જયદેવ ઉનડકટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદ સામે આક્રમક બેટિંગ કરી હતી. ડાબોડી બોલર રમી પણ શકે છે તેનું ઉદાહરણ તેણે આ મેચમાં આપ્યું હતું. જયદેવે આ મેચમાં 32 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જયદેવે પોતાની ઇનિંગમાં 3 સિક્સ અને ત્રણ ફોર મારી હતી જેમાં મોહમ્મદ સિરાજ જેવા બોલર પણ મેદાને હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર