આ સીરીઝ મારા કરિઅરનો ટર્નિગ પોઇન્ટ છે: જયદેવ ઉનડકટ

ટીમ ઇન્ડિયા માટે શ્રીલંકા સામેની આ સિરીઝ રેકોર્ડ્સ મેકર રહીં. પણ એક ખેલાડીએ એવો પણ હો જેની કરિઅરમાં આ વખતની ટી20 સીરીઝ નવો જ વળાંક લઇને આવી. આ ખેલાડી છે જયદેવ ઉનડકટ

ટીમ ઇન્ડિયા માટે શ્રીલંકા સામેની આ સિરીઝ રેકોર્ડ્સ મેકર રહીં. પણ એક ખેલાડીએ એવો પણ હો જેની કરિઅરમાં આ વખતની ટી20 સીરીઝ નવો જ વળાંક લઇને આવી. આ ખેલાડી છે જયદેવ ઉનડકટ

  • Share this:
મુંબઇ: ટીમ ઇન્ડિયા માટે શ્રીલંકા સામેની આ સિરીઝ રેકોર્ડ્સ મેકર રહીં. પણ એક ખેલાડીએ એવો પણ હો જેની કરિઅરમાં આ વખતની ટી20 સીરીઝ નવો જ વળાંક લઇને આવી. આ ખેલાડી છે જયદેવ ઉનડકટ.

ઉનડકટની ત્રીજી ટી20માં સારુ પરફોર્મ કરવા માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ તો મળ્યો. તેને મેન ઓફ ધ સીરીઝથી પણ નવાઝવામાં આવ્યો ઉનડકટે આ સીરીઝમાં ફક્ત 4.88ની ઇકોનોમીમાં શ્રીલંકાનાં ચાર દિગ્ગજ બેટ્સમેનને પેવેલિયન પાછા મોકલી દીધા. ટી20 ક્રિકેટમાં 4.88ની ઇકોનોમી ખરેખરમાં પોતે જ એક સિદ્ધિ છે.

શ્રીલંકા વિરુદ્ધ સુંદર પ્રદર્શન બદ ઉનડકટનું કહેવું છે કે, ઇન્ટરનેશનલ લેવલ પર આત્મવિશ્વાસ હાંસેલ કરવા માટે આ સીરીઝે મારી ઘણી મદદ કરી છે. આ સીરીઝે મને બદલી દીધો છે. અને મને આવા જ પ્રદર્શનની જરૂર હતી.

26 વર્ષિય જયદેવ ઉનડકટે છ વર્ષ પહેલાં વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સેન્ચુરિયનમાં તેનાં ટેસ્ટ કરિયરનો આગાઝ કર્યો હતો. પણ 101 રન આપવા છતા તે એક પણ વિકેટ લઇ શક્યો ન હતો.  તે બાદ તેને ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી ન હતી. તેણે સાત વન ડે અને ચાર ટી20 મેચમાં ટીમ ઇન્ડિયામાં જગ્યા જરૂર મળી પણ ત્યારે જ્યારે ટીમ ઇન્ડિયાનાં ટોપનાં બોલર્સને આરામ આપવામાં આવ્યો.

ઉનડકટની પસંદગી સાઉથ આફ્રિકા જનારી ટેસ્ટ કે વનડે ટીમ માટે નથી થઇ પણ તેનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટ લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર્સની ઉપયોગીતાથી વાકેફ છે. તેથી ભવિષ્યમાં મને ટીમમાં પાછા ફરવાની તક છે. આ સાથે જ જો જયદેવ આવા જ આત્મવિશ્વાસ સાથે રમશે તો ત્રણેય ફોરેમેટમાં ટીમ ઇન્ડિયાનો તે મહત્વનો ભાગ બની શકે છે.
First published: