Home /News /sport /

Asian Cricket Council : ACC પ્રમુખ તરીકે જય શાહનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાયો, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Asian Cricket Council : ACC પ્રમુખ તરીકે જય શાહનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાયો, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

આ નિર્ણય ACCની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન લેવામાં આવ્યો (Twitter/@ACCMedia1)

Asia Cup 2022 - એશિયા કપ 2022 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકામાં યોજાશે, આ વખતે ટી-20 ફોર્મેટમાં રમાશે

કોલંબો : એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council)ના પ્રમુખ તરીકે જય શાહનો (jay shah)કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો છે. આ સાથે જ ACC એ જાહેરાત કરી છે કે એશિયા કપ 2022 (Asia Cup 2022) શ્રીલંકામાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ ટૂર્નામેન્ટ આ વર્ષે T20 ફોર્મેટમાં રમાશે અને તેના માટે ક્વોલિફાયર મેચ આ વર્ષે 20 ઓગસ્ટથી શરૂ થશે. આ નિર્ણય ACCની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન લેવામાં આવ્યો હતો. જ્યાં પ્રમુખ જય શાહ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત અન્ય એશિયન ક્રિકેટ ટીમોના બોર્ડના પ્રતિનિધિઓ હાજર હતા.

એસીસીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એશિયા કપ 2022 (Asia Cup 2022) T20 ફોર્મેટમાં શ્રીલંકામાં આ વર્ષના અંતમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેના માટે ક્વોલિફાયર 20 ઓગસ્ટ 2022 પછી રમાશે. બીજી તરફ કાઉન્સિલના સભ્યોએ એસીસી પ્રમુખ તરીકે જય શાહનો કાર્યકાળ વધારવાનો મોટો નિર્ણય પણ લીધો હતો. BCCI સેક્રેટરી જય શાહ હવે 2024 ના AGM સુધી ACCનું નેતૃત્વ કરશે. આ બાબતે ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે.

એજીએમને સંબોધતા જય શાહે જણાવ્યું હતું કે, ACCનું મુખ્ય ધ્યાન રિજનલ રમતના વિકાસને આગળ ધપાવવાનું રહેશે. શાહે કહ્યું, "અમે ક્રિકેટના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ખાસ કરીને મહિલા ક્રિકેટમાં અમે પ્રગતિ કરીને મલ્ટીપલ ગ્રાસરૂટ ટૂર્નામેન્ટના આયોજન વિશે પણ વિચારવામાં આવશે. મને આશા છે કે મહામારીને હવે આપણે પાછળ છોડી દીધી છે, આમાં હવે આપણે મજબૂતીથી નવીનીકરણ તરફ આગળ વધી રહ્યાં છીએ.

આ પણ વાંચો - IPL 2022 પહેલા હાર્દિક પંડ્યાનો હુંકાર, ગુજરાત ટાઇટન્સની જીત માટે આવો ઘડ્યો છે પ્લાન

શ્રીલંકા ક્રિકેટ (SLC) ના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા શાહના એક્સટેન્શનની દરખાસ્ત કરવામાં આવી હતી અને નોમિનેશનને ACCના તમામ સભ્યો દ્વારા સર્વસંમતિથી સમર્થન આપવામાં આવ્યું હતું.

શાહે ઉમેર્યું કે, હું ACC ખાતેના મારા તમામ આદરણીય સાથીદારોનો મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા અને અમે જે કામ શરૂ કર્યું છે તેને આગળ વધારવા માટે મને લાયક ગણવા બદલ આભાર માનું છું. હું નમ્રતાપૂર્વક આ સન્માન સ્વીકારું છું અને હું સખત મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છું. ક્રિકેટની અમારી પ્રિય રમતનું આયોજન, વિકાસ અને પ્રચાર કરવાના હેતુથી ACC ને સતત કદમાં વૃદ્ધિ કરવામાં મદદ કરી રહી છે.

એજીએમની બેઠકમાં ACC એ કતાર ક્રિકેટ એસોસિએશનની સદસ્યતાને એસોસિયેટમાંથી પૂર્ણ સભ્યમાં અપગ્રેડ કરી હતી. આ સાથે એસીસી કતાર ક્રિકેટ એસોસિએશનને અભિનંદન આપ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Asia Cup, Jay Shah, ક્રિકેટ, ભારત-પાકિસ્તાન

આગામી સમાચાર