ભારતીય ક્રિકેટ બોર્ડ, BCCI સેક્રેટરી જય શાહને ICCની નાણાંકીય અને વાણિજ્યિક બાબતોની સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા ICCએ ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. ICCના નવા અધ્યક્ષનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. બાર્કલેનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. ઝિમ્બાબ્વેના તાવેન્ગવા મુકુહલાનીની પીછેહઠ બાદ બાર્કલી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ICC બોર્ડે બાર્કલેના સંપૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી હતી.
ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલી અધ્યક્ષ
ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલીને શનિવારે બીજી મુદત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. બાર્કલી ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના સચિવ જય શાહને બોર્ડની બેઠકમાં ICCની ખૂબ જ મહત્વની અને શક્તિશાળી ફાઈનાન્સ અને કોમર્શિયલ અફૈયર્સ કમિટીના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
બાર્કલીને નવેમ્બર 2020માં ICC અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે અગાઉ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરમેન અને 2015માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ડિરેક્ટર હતા. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા એટલે કે 17 સભ્યોના બોર્ડમાં તેમને BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા)નું સમર્થન પણ હતું.
શાહે કહ્યું, "ICCના બીજી ટર્મમાં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ચૂટાવું સન્માનની વાત છે અને હું મારા સાથી આઇસીસી નિર્દેશકોને તેમણે આપેલા સમર્થન માટે આભાર વ્યકત કરૂં છું."
શાહને ICCની સૌથી મહત્વપૂર્ણ ફાઈનાન્સ અને કોમર્શિયલ સમિતિના અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિ તમામ મુખ્ય નાણાંકીય નીતિગત નિર્ણયો લે છે, જેને પછી ICC બોર્ડ મંજૂરી આપે છે. આ સમિતિના મુખ્ય કામકાજમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો સમાવેશ થાય છે. ફાઈનાન્સ અને કોમર્શિયલ અફૈર્સ સમિતિનું નેતૃત્વ હંમેશા ICC બોર્ડના સભ્ય દ્વારા કરવામાં આવે છે અને શાહની ચૂંટણી સ્પષ્ટ કરે છે કે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે.
શ્રીનિવાસન સમયે ભારત પાસે હતી કમિટી
BCCIના વડા એન શ્રીનિવાસનના સમયમાં આ સમિતિના વડાનું પદ ભારત પાસે હતું પરંતુ શશાંક મનોહરના ICC અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન BCCIની સત્તા ઘણી ઓછી થઈ ગઈ હતી. અમુક સમયે તો બીસીસીઆઈને નાણાં અને વાણિજ્યિક બાબતોની સમિતિમાં કોઈ પ્રતિનિધિત્વ પણ નહોતું મળતું.
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગયા વર્ષ સુધી આ સમિતિના સભ્ય હતા. ICCના એક સૂત્રએ કહ્યું, "ભારત વૈશ્વિક ક્રિકેટનું વ્યાપારી કેન્દ્ર છે અને 70 ટકાથી વધુ સ્પોન્સરશિપ આ દેશમાંથી આવે છે આથી જરૂરી છે કે ICCની ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીની અધ્યક્ષતા હંમેશા BCCI પાસે હોવી જોઇએ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર