Gold For India : ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત, નીરજ ચોપડા જોઈને કરોડો દેશવાસીઓ થયા ભાવુક, VIDEO

Gold For India: નીરજ ચોપડાના ગોલ્ડથી દેશ ઝૂમી ઉઠ્યો

ભાલાફેંકમાં નીરજ ચોપડા (Neeraj Chopra)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. લગભગ 13 વર્ષ પછી, જ્યારે ભારતનું રાષ્ટ્રગીત ઓલિમ્પિકમાં વગાડવામાં આવ્યું ત્યારે કરોડો દેશવાસીઓ ભાવુક થઈ ગયા હતા. નીરજ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ 2008ની ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

  • Share this:
    નવી દિલ્લી:  શનિવાર 7 ઓગસ્ટ ભારત માટે ગૌરવ અને ખુશીઓનો દિવસ હતો. આખો દેશ આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં બરછી ફેંકનાર નીરજ ચોપડા (Neeraj Chopra)એ ઇતિહાસ રચ્યો અને 100 વર્ષમાં પ્રથમ વખત ભારતે ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. લગભગ 13 વર્ષ પછી, જ્યારે ભારતનું રાષ્ટ્રગીત (National anthem) ઓલિમ્પિકમાં વગાડવામાં આવ્યું ત્યારે કરોડો દેશવાસીઓ ભાવુક થઈ ગયા.

    હરિયાણાના પાણીપતના રહેવાસી 'આર્મી મેન' નીરજ ચોપરાએ જેવલિન થ્રો(Javelin Throw)માં ગોલ્ડ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે અને વ્યક્તિગત ઇવેન્ટમાં ઓલિમ્પિક ગેમ્સમાં બીજો એકંદર ગોલ્ડ મેડલ છે. તેમના પહેલા શૂટર અભિનવ બિન્દ્રા(Abhinav Bindra)એ 2008 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજે મેદાનની આસપાસ તિરંગો લઈને ઉજવણી કરી હતી.

    આ પણ વાંચો: નીરજ ચોપડાના ગોલ્ડથી દેશ ઝૂમી ઉઠ્યો, પીએમે કહ્યું- તેણે જે મેળવ્યું તે હંમેશા યાદ રખાશે

    નીરજ ચોપરા એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપરાએ ફાઇનલ મેચમાં 87.58 મીટર દૂર ભાલોફેંકીને ગોલ્ડ મેડલ (Neeraj chopra javelin thrower) મેળવ્યો હતો. ફાઇનલમાં નીરજ ચોપરાની આસપાસ કોઇ એથ્લીટ જોવા મળ્યો ન હતો. નીરજ ચોપરા એકમાત્ર એવો ખેલાડી હતો કે જેની ફેંક 87 મીટરથી ઉપર હતી. ચેક રિપબ્લિકના જેકુબ વાડેલિચ 86.67 મીટર અને વિટેસ્લાવ વેસેલી 85.44 મીટરના અંતર સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા.





    ભારતીય સેનામાં સેવા આપતા, નીરજ ઓલિમ્પિક પહેલા પણ મજબૂત મેડલનો દાવેદાર માનવામાં આવતો હતો અને આ 23 વર્ષીય રમતવીર અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. ક્વોલિફિકેશનના તેના પ્રથમ પ્રયાસમાં, તેણીએ 86.59 મીટરના થ્રો સાથે ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં, તેણે તેના પ્રથમ પ્રયાસમાં 87.03 મીટર ફેંક્યા અને શરૂઆતથી જ અગ્રેસર હતો. ભારતે પ્રથમ વખત એન્ટવર્પ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો પરંતુ ત્યાર બાદ રિયો 2016 સુધી તેના કોઈ પણ ખેલાડીએ મેડલ જીત્યો ન હતો.

    13 વર્ષ બાદ ભારતે ગોલ્ડ જીત્યો

    ઓલિમ્પિક ગેમ્સમાં 13 વર્ષ પછી ઈન્ડિયાને કોઇપણ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આની પહેલા 2008મા બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંન્દ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ પોતાને નામ કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published: