Home /News /sport /IPL: પત્નીએ એવી 'ગરમી' બતાવી કે KKRનો ક્રિકેટર તોફાની બની ગયો, બોલરોના છોતરાં કાઢી નાખ્યા
IPL: પત્નીએ એવી 'ગરમી' બતાવી કે KKRનો ક્રિકેટર તોફાની બની ગયો, બોલરોના છોતરાં કાઢી નાખ્યા
આંદ્રે રસેલની પત્ની ઈચ્છતી હતી કે પતિ સેટ થઈને રમનારો બેટ્સમેન ના બને
Andre Russell, Jassym Lora: આ ખેલાડી પોતાના કદ પ્રમાણે પીચ પર ટકીને લાંબી ઈનિંગ્સ રમવા ઈચ્છતો હતો, પરંતુ તેની પત્નીને તે મંજૂર નહોતું. પત્નીએ પતિને તોફાની બેટિંગ કરવા માટે વાત કરી. આ પછી આંદ્રે રસેલમાં એવો બદલાવ આવ્યો કે તે મેદાન પર આવીને બોલને હંમેશા ગ્રાઉન્ડની બહાર ફેંકી દેવાની ફિરાકમાં રહે છે. IPLની પહેલી મેચમાં પણ તેણે ધમાકેદાર શરુઆત કરી છે.
અમદાવાદઃ કહેવાય છેને કે દરેક સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે. અહીં KKR (Kolkata Knight Riders)ના ખેલાડી પર તેની પત્નીનો એવો તો પ્રભાવ પડ્યો કે તેની ગેમ જ આખી બદલાઈ ગઈ છે. હવે આ બેટ્સમેન ખૂંખાર બની ગયો છે, બોલરોના તે છોંતરા કાઢી રહ્યો છે. ખેલાડીમાં આક્રામકતા હતી પરંતુ તેની ચમક ઝાંખી પડતા પત્નીએ એવો કમાલ કર્યો કે આજે તેની ચમક ફરી પાછી આવી છે. હવે આ ખેલાડી એટલે કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલ સિઝન દરમિયાન કેટલો ચમકે છે તે જોવાનું રહ્યું.
આંદ્રે રસેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પીચ પર ટકીને લાંબી ઈનિંગ રમવાની ઈચ્છા રાખતો હતો. જોકે, તેની પત્ની જેસિમ લોરાની ઈચ્છા કંઈક અલગ જ હતી. તેનું કહેવું હતું કે મારે આક્રામક બેટિંગ કરીને ઝડપી રન બનાવવા જોઈએ. આખરે થયું પણ એવું. પત્નીના દબાણના કારણે મારે રમવાની સ્ટાલ બદલવી પડી. કેરેબિયન બેટ્સમેન આંદ્રે રસેલનું દિલ મોડલ જેસિમ લોરા પર આવ્યું હતું.
અમેરિકાના મિયામીમાં જન્મેલી લોરા પોતાની બોલ્ડ તસવીરોના કારણે લોકોમાં ઘણી પ્રચલિત છે. રસેલે જેસિમને પ્રપોઝ કર્યું. જેસિમ પણ રસેલની રમતથી પ્રભાવિત થનારા ફેન્સમાંથી એક છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2014માં લોરા સાથે રસેલે સગાઈ કરી હતી. રસેલ ઈચ્છતો હતો કે વર્ષ 2015ના વર્લ્ડકપ પહેલા તે લોરા સાથે લગ્ન કરી લે જેથી લોરા તેની ગુડલક બની શકે, પરંતુ આમ થયું નહીં અને બન્નેએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.
નામચીન ક્રિકેટર બનતા પહેલા આંદ્રે રસેલનું જીવન ઘણું જ મુશ્કેલ હતું. ગરીબીમાં જીવન જીવી રહેલા રસેલના પરિવારની ઈચ્છા હતી કે તે કોઈ સારી નોકરી કરે, પરંતુ રસેલનું દિલ ક્રિકેટના મેદાનમાં હતું. માતાની નારાજગી છતાં તેણે રમવા માટે સમય માગ્યો અને મહેનત કરીને નેશનલ ટીમમાં જગ્યા બનાવી હતી. આંદ્રે રસેલને કરિયરની શરુઆતમાં પ્રતિબંધિત દવાના ઉપયોગ માટે બેન પણ કરવામાં આવ્યો હતો. આંદ્રે રસેલની વાઈફ જેસિમ લોરા શાહરૂખ ખાનની બહુ મોટી ફેન છે. IPL દ્વારા જેસિમની કિંગ ખાનને મળવાની ઈચ્છા પૂર્ણ થઈ હતી.
આંદ્રે રસેલે IPLમાં વર્ષ 2012માં ડેબ્યુ કર્યું હતું. લાંબા સમય સુધી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં રહેલો રસેલ અત્યાર સુધી 99 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે લગભગ 178ની સ્ટ્રાઈકરેટ સાથે 2070 રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર રસેલે પોતાના નામે 89 વિકેટ પણ લીધી છે. તોફાની બોલિંગ માટે જાણીતા આંદ્રે રસેલને કેકેઆરનો સંકટમોચક માનવામાં આવે છે. IPLની પહેલી મેચમાં પંજાબ સામે કેકેઆરની હાર થઈ છે, પરંતુ આંદ્રે રસેલે તોફાની બેટિંગ કરીને પોતાનું સ્વરૂપ પ્રદર્શિત ક્યું છે. રસેલે માત્ર 19 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 53 રન બનાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર