ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતને ફટકો, બુમરાહ ઈજાના કારણે થયો બહાર

જસપ્રીત બુમરાહ સિલેક્ટર્સની પારખી નજરથી બાકાત રહી જવાની શક્યતા નહિંવત છે.

 • Share this:
  ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમને ફટકો પડ્યો છે. આંગળીમાં ઈજાના કારણે ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામે ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટના વરિષ્ઠ સુત્રોના મતે બુમરાહને આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહ જલ્દી સ્વદેશ પરત ફરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 1 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ શ્રેણી પહેલા તે ફિટ થઈ જશે.

  બુમરાહ વિશે જાણકારી રાખનાર એક સુત્રએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં તેની રમત સારી રહી હતી અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ફિટ થઈ જશે.

  બુમરાહના બદલે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અથવા દીપક ચાહરનો ટીમમાં સમાવેશ કરવામાં આવી તેવી સંભાવના છે. આ બંને ઇન્ડિયા-એ ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને પાંચ ટેસ્ટ મેચ રમશે.
  Published by:Ashish Goyal
  First published: