Home /News /sport /

Asia Cup-2022: જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર, પીઠમાં પહોંચી ઇજા

Asia Cup-2022: જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર, પીઠમાં પહોંચી ઇજા

જસપ્રીત બુમરાહને પીઠમાં ઇજા પહોંચી

બુમરાહને ઇજામાંથી સાજા થતાં થોડો સમય લાગશે અને તેના લીધે બુમરાહને આરામ આપવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે

    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (jasprit bumrah)ને પીઠમાં ઇજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેના કારણે બુમરાહ આગામી એશિયા કપ ટી20 ટુર્નામેન્ટ (Asia Cup-2022)માં પણ રમી શકશે નહીં. બુમરાહને ઇજામાંથી સાજા થતાં થોડો સમય લાગશે અને તેના લીધે બુમરાહને આરામ આપવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ (team india)ની પસંદગી સોમવારે જ થવાની હતી, પરંતુ સાંજ સુધી તેની કોઇ સ્પષ્ટ સૂચના મળી નથી.

    એશિયા કપ ટી20 ટુર્નામેન્ટ આગામી 27 ઓગસ્ટથી યુએઇની મેજબાની હેઠળ રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં રમાવવાની હતી, પરંતુ ખરાબ આર્થિક સ્થિતિને લીધે તેને યુએઇમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરમાં રમાશે.

    બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે પીટીઆઇને ગોપનીયતાની શરતે કહ્યું કે, જસપ્રીત બુમરાહની કમરમાં ઇજા પહોંચી છે અને તે એશિયા કપમાં રમશે નહીં. તે અમારો મુખ્ય બોલર છે. અમે ઇચ્છીએ છીએ કે તે ટી20 વર્લ્ડકપ પહેલા પાછો પોતાની લયમાં આવી જાય.

    આ પણ વાંચો: CWG: ભારતીય હોકી ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું, સિલ્વર મેડલ મળ્યો

    છેલ્લા બુમરાહ ભારત માટે જુલાઇ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોડ્સ ગ્રાઉન્ડ પર રમ્યો હતો. તેણે બે વિકેટ પણ ઝડપી હતી. પછી તેને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, અમે બુમરાહને એશિયા કપની ટીમમાં સામેલ કરી જોખમ લેવા માંગતા નથી. આનાથી તેની ઇજા વધુ ગંભીર બની શકે છે.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર બુમરાહ હાલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રજા માણી રહ્યો છે. અત્યાર સુધી બુમરાહ 30 ટેસ્ટ, 72 વનડે અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 128, વનડેમાં 121 અને ટી20માં 69 વિકેટ લીધી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricket News Gujarati, Indian cricket news, Jasprit bumrah, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन