Home /News /sport /IND vs AUS: ભારતીય ફેન્સ માટે મોટી ખુશખબર! આ દિગ્ગજ ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે બાથ ભીડવા તૈયાર
IND vs AUS: ભારતીય ફેન્સ માટે મોટી ખુશખબર! આ દિગ્ગજ ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે બાથ ભીડવા તૈયાર
ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ વિશે સારા સમાચાર છે. (AFP)
IND vs AUS Test Series: સ્ટાર પેસરે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગલુરૂમાં બોલિંગની પ્રેક્ટિશ શરૂ કરી દીધી છે. એવામાં તક છે કે આગામી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની અંતિમ બે ટેસ્ટ મેચોમાં તે રમશે.
નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થવા જઇ રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જસપ્રીત બુમરાહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ મેચોમાં જ્યાં ભારત ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રાયસ કરી રહ્યું છે. ત્યારે બુમરાહ ટીમ ઇન્ડિયા માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. આવામાં તેની વાપસી ન માત્ર ટીમ માટે પરંતુ ભારતીય ફેન્સ માટે પણ ખુબ જ મોટી ખુશખબર છે.
એક જાણકારી અનુસાર, સ્ટાર પેસરે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગલુરૂમાં બોલિંગની પ્રેક્ટિશ શરૂ કરી દીધી છે. એવામાં તક છે કે આગામી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની અંતિમ બે ટેસ્ટ મેચોમાં તે રમશે. જો તેને પીઠમાં દુખાવાનો કોઇ અનુભવ થતો નથી તો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટના હવાલાથી કહેવમાં આવી રહ્યું છે કે, ‘‘હા, બુમરાહ એ નેટમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આશા રાખીએ છીએ કે બઘુ ઠીક થઇ જાય અને તે ટીમ માટે ફીટ જાહેર થઇ જાય’’ તમને જણાવી દઇએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી મેચ ધર્મશાળામાં 1 માર્ચથી રમાશે.
ખરેખરમાં ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસથી જસપ્રિત બુમરાહે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. પાછળથી ખબર પડી કે તેની પીઠનો દુખાવો પરત આવ્યો છે. આ પછી તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. આ પછી NACA અને પસંદગીકારોએ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે તેની વાપસી ઝડપી કરી. ઓસ્ટ્રેલિયા સામે 6 ઓવર ફેંક્યા બાદ તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપ 2022 બંનેમાંથી બહાર થઈ ગયો હતો.
આ પછી લગભગ 5 મહિનાના પુનર્વસન પછી તેને નવા વર્ષમાં શ્રીલંકા સામેની વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પીઠના દુખાવાની ફરિયાદને કારણે તેને ફરીથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. આ પછી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ સિવાય જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હાલમાં જસપ્રીત બુમરાહ એનસીએમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીનો ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. આ સિરીઝમાં હંમેશા ભારતનો દબદબો રહ્યો છે. છેલ્લા ત્રણ પ્રસંગોએ ભારતે સફળતાપૂર્વક આ ટ્રોફી પર કબજો કર્યો છે. હવે ફરી એકવાર ચાહકોને બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. આ સિરીઝ તેના માટે વધુ ખાસ છે, કારણ કે તેને જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. આ પછી બાકીની ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર