ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝમાં સિરાજને મળી તક, બુમરાહને આરામ

News18 Gujarati
Updated: January 8, 2019, 12:19 PM IST
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝમાં સિરાજને મળી તક, બુમરાહને આરામ
ટીમ ઈન્ડિયા

સિદ્ધાર્થ કૌલને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટી-20 સીરીઝમાં બુમરાહના સ્થાને સામેલ કરવામાં આવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ભારતની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારાી વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેનું સ્થાન મોહમ્મદ સિરાજ લેશે. જ્યારે સિદ્ધાર્થ કૌલને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટી-20 સીરીઝમાં બુમરાહના સ્થાને સામેલ કરવામાં આવશે.

મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધી માત્ર ત્રણ ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 49.33ની સરેરાશથી ત્રણ વિકેટ ઝડપી છે. શક્ય છે કે તેને વનડે ડેબ્યૂ કરવાની તક મળે. બીજી તરફ, સિદ્ધાર્થે ત્રણ વનડે અને બે ટીમ રમી છે.
 આપને જણાવી દઈએ કે બુમરાહે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 17ની સરેરાશથી 21 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તે આ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર 1 રહ્યો. જોકે, નાથન લોયને પણ 21 વિકેટ ઝડપી, પરંતુ તેની સરેરાશ 30.42 રહી. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાના કોચ તથા કેપ્ટન ઉપરાંત દરેકે ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પૂજારા અને બુમરાહની ભૂમિકાના વખાણ કર્યા. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારતના તમામ દિગ્ગજોએ બુમરાહને આવનારા સમયનો મહાન બોલર કરાર કર્યો.

આ પણ જુઓ: Video-ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ કોહલીએ કયો નાગિન ડાન્સ

ટીમ ઈન્ડિયા માટે બુમરાહે અત્યાર સુધી 44 વનડે મેચોમાં 21.01ની સરેરાશથી 78 વિકેટ તો 40 ટી20માં 20.47ની સરેરાશથી 48 શિકાર કર્યા છે. તે ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર છે.
First published: January 8, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading