બુમરાહની ટીમ ઇન્ડિયામાં ‘વાપસી’, પ્રશંસકે કહ્યું પાછો ફર્યો મસીહા!

News18 Gujarati
Updated: December 17, 2019, 4:45 PM IST
બુમરાહની ટીમ ઇન્ડિયામાં ‘વાપસી’, પ્રશંસકે કહ્યું પાછો ફર્યો મસીહા!
બુમરાહની ટીમ ઇન્ડિયામાં ‘વાપસી’, પ્રશંસકે કહ્યું પાછો ફર્યો મસીહા!

બુમરાહ મંગળવારે વિશાખાપટ્ટનમમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાયો

  • Share this:
વિશાખાપટ્ટનમ : કમરમાં ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) મેદાનમાં વાપસી કરી છે. બુમરાહ મંગળવારે વિશાખાપટ્ટનમમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાયો છે. તેણે નેટ્સ પર પ્રેક્ટિસ કરી હતી. બુમરાહનો ફોટો બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. જેમાં તેની સાથે પૃથ્વી શો અને ટીમ ઇન્ડિયાના ટ્રેનર નિક વેબ પણ છે. બુમરાહને વિશાખાપટ્ટનમમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાવવાનું કારણ એ તપાસવાનું હતું કે આખરે ઇજામાં કેટલો સુધારો થયો છે. બુમરાહ ઇજામાંથી બહાર આવી ચૂક્યો છે પણ ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટ જોઈ રહ્યું છે કે બુમરાહ બોલિંગ કરતા સમયે કેવું ફિલ કરે છે.

જસપ્રીત બુમરાહની વાપસીથી ભારતીય પ્રશંસકો ઘણા ખુશ જોવા મળ્યા હતા. બીસીસીઆઈના પોસ્ટ પર પ્રશંસકે લખ્યું હતું કે પાછો ફર્યો ટીમ ઇન્ડિયાનો મસીહા. કોઈએ કહ્યું છે કે બુમરાહ જલ્દી ટીમ ઇન્ડિયામાં આવે, ટીમ ઇન્ડિયાને તેની ખોટ પડી રહી છે.

આ પણ વાંચો - ધોનીની કારકિર્દી પર એમએસકે પ્રસાદનો મોટો ખુલાસો, કહ્યું- કોઈ સવાલ કરી શકે નહીંપ્રશંસકોની વાત એકદમ સાચી છે. ટીમ ઇન્ડિયામાં બુમરાહ જેવા બોલરની ખોટ પડી રહી છે. બુમરાહ ટીમ ઇન્ડિયાને નવા અને જુના બોલથી વિકેટ અપાવે છે. ડેથ ઓવર્સમાં તેના યોર્કર સામે રન બનાવવા મુશ્કેલ છે. આ બાબત વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાંથી ગાયબ છે. ભારતીય ટીમની બોલિંગ બુમરાહ વગર નબળી જોવા મળી રહી છે. ચેન્નઇ વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શિમરોન હેટમાયરે લાંબી-લાંબી સિક્સરો ફટકારી હતી. બુમરાહ ટીમમાં હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.

માનવામાં આવે છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે યોજાનાર વન-ડે શ્રેણીમાં જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ ત્રણ વન-ડે મેચની શ્રેણી રમવાનું છે. પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં રમાશે.
First published: December 17, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading