દ. આફ્રિકામાં દિગ્ગજો વચ્ચે પોતાનું કામ કરી ગયો 'સાઇલન્ટ કિલર'

News18 Gujarati
Updated: February 14, 2018, 4:06 PM IST
દ. આફ્રિકામાં દિગ્ગજો વચ્ચે પોતાનું કામ કરી ગયો 'સાઇલન્ટ કિલર'

  • Share this:
અંગ્રેજીમાં શબ્દ છે જાયન્ટ કિલર અને સાઇલન્ટ કિલર. જાયન્ટ કિલરે શું કર્યું તે આખી દુનિયાને ખબર પડે છે. સાઇલન્ટ કિલરના કામો રહસ્યમય બની જાય છે. તેને ઓળખવો મુશ્કેલ હોય છે. તે ભીડમાં ગમે ત્યાં રહેલો હોય છે.

ઠિક તેવી રીતે જેમ શાનદાર ફોર્મમાં રન બનાવી રહેલ વિરાટ કોહલી અને મેજબાન બેટ્સમેનોની કમર તોડી રહેલ મોહમ્મદ શમી, ભુવનેશ્વક કુમાર, આર. અશ્વિન, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા મેચ વિનર ખેલાડીઓની ભીડ વચ્ચે જસપ્રિત બૂમરાહની હાજરી કોઈનું ધ્યાન ખેંચી રહી નથી....

સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમે અત્યાર સુધી જે પણ ઉપલબ્ધિ મેળવી છે, તેમાં ગુજ્જુ ખેલાડી બૂમરાહે ગૂપ-ચૂપ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.કોઈ ટી-20નો માહિર યુવા બોલર પોતાની ટેસ્ટ કરિયરની પહેલી મેચમાં એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજ બેટ્સમેનને બોલ્ડ કરી દે (બંને ઈનિંગમાં શિકરા કરે) જેની પાસે ગ્રાઉન્ડમાં બધી જ બાજું સરળતાથી રન બનાવવાની ટેકનિક છે. તે ઉપરાંત રનોના મશીન કહેવાતા હાશિમ અમલા જેવા દિગ્ગજને તેમની જ ધરતી પર ત્રણ વાર એલબી કરીને પેવેલિયન મોકલે તેની રમત પર નજર નાંખવી જરૂરી છે.

ભુવનેશ્નર સાથે નવા બોલના પાર્ટનર બૂમરાહે ટીમને તે સમયે વિકેટ અપાવી જ્યારે ડિ વિલિયર્સ કાઉન્ટર એટેક કરી રહ્યો હતો. તેને ડિ વિલિયર્સ સાથેની ડ્યૂ પ્લેસીની 114 રનની પાર્ટનરશીપને પણ તોડી. પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં બૂમરાહની બોલ પર ડિ વિલિયર્સ, ક્વિન્ટન ડિ કોક અને ડ્યૂ પ્લેસીનું નામ લખેલું હતું.

સેન્ચ્યુરીયન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહેલ બૂમરાહે બીજી ઈનિંગમાં પોતાની બીજી જ બોલે ઓપનર એડીન માર્કરમને એલબીડબ્લૂ કરાવ્યો. ત્યાર બાદ ડ્યૂ પ્લેસીનો 48 રને પોતાની બોલે જ કેચ કર્યો. સાઉથ આફ્રિકન ટીમ 285 પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારત પાસે મેચ જીતવાની સોનેરી તક હતી પરંતુ ભારતીય બેટ્સમેનો પાણીમાં બેસી ગયા અને ટીમ 151 રને તંબુ ભેગી થઈ ગઈ. આમ એક તરફ ટીમ ઈન્ડિયાના બોલરો ઝંઝાવાતી બોલિંગ કરી રહ્યાં હતા, જ્યારે બીજી બાજું બેટ્સમેનો સાઉથ આફ્રિકાની ઠંડીમાં ઠરી ગયા હતા.

ત્રીજી ટેસ્ટ ભારતે બોલર્સના દમ પર જીતી લીધી અને તે માટે કોઈ જ શોરશરાબો કર્યા વગર બૂમરાહે પોતાનું કામ  કરી નાંખ્યું હતું. ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 187 રને સમેટાઈ ગઈ હતી અને સાઉથ આફ્રિકા પણ 16 રને બે વિકેટ ગુમાવી ચૂકી હતી.હાશિમ અમલા ઓફ સ્ટમ્પ બહાર આવીને રમી રહ્યાં હતા અને તેમને આઉટ કરવા માટે શું કરવું તે કેપ્ટન વિરાટને  ખબર પડી રહી નહતી. ત્યાં બૂમરાહે ટીમ માટે જીતનો રસ્તો ક્લિયર કરતાં અમલાને 61 રનના સ્કોરે આઉટ કર્યો. જ્યારે અમલા આઉટ થયો ત્યારે તેમની ટીમનો સ્કોર સાત વિકેટ પર 169 રન હતો. ત્યાર બાદ તેમની આખી ટીમ 197 રન પર સમેટાઈ ગઈ હતી.

માત્ર આઠ રનની લીડ મેળવેલ ભારતીય ટીમે આફ્રિકાને 241 રનનું ટાર્ગટે આપ્યું. અહી ડિ વિલિયર્સની વિકેટ મહત્વપૂર્ણ હતી. દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન 6 રન પર બૂમરાહના હાથે કેચ આઉટ થયા બાદ હતાશ બેઠો હતો. ત્યાર બાદ બૂમરાહે ટીમ ઈન્ડિયાને બીજી મહત્વપૂર્ણ વિકેટ લેતા ડિ કોકને પણ પેવેલિયન મોકલી દીધો હતો. આમ બૂમરાહે સાઇલેન્ટલી બે મહત્વપૂર્ણ વિકેટ ટીમ ઈન્ડિયાને અપાવીને જીત માટે રસ્તો ક્લિયર કરી નાંખ્યો.સાઉથ આફ્રિકાના લગભગ બધા સ્ટાર બેટ્સમેનોના વિકેટ બૂમરાહ પાસે છે. કેપ્ટન ફાફ ડ્યૂ પ્લેસી પણ આ બોલર સામે ટેસ્ટ મેચમાં બે વાર પોતાની વિકેટ આપી ચૂક્યાં છે.

એક્યુરેસી અને સીમ મૂવમેન્ટને સાચી રીતે મિશ્રણ કરનાર બૂમરાહે એબીને આઉટ કરીને પોતાની ટેસ્ટની પ્રથમ વિકેટ પોતાના નામે કરી હતી. ઓફ સ્ટમ્પના બહાર પડેલી બોલ ફાસ્ટ અંદર આવી અને ડિ વિલિયર્સ ક્ટ એન્ડ બોલ્ડ થઈ ગયો હતો.ટેસ્ટ સિરીઝમાં શાનદાર બોલિંગ માટે ભુવનેશ્વર કુમાર (3.2ની ઈકોનોમીથી 10 વિકેટ) અને મોહમ્મદ શમી (3.6 ઈકોનોમીથી 15 વિકેટ)ની ભરપેટ વખાણ થઈ રહ્યાં છે, પરંતુ બૂમરાહની પણ 3.14ની ઈકોનોમીથી 14 વિકેટ છે, જે કોઈને ખબર પણ નથી.

વનડે સિરીઝમાં પહેલી મેચમાં ડિ કોક સાથે પહેલી વિકેટ માટે અમલા 30 રન બનાવી ચૂક્યો હતો, ત્યારે બૂમરાહે તેને એલબૂડબ્લૂ કરીને પહેલી વિકેટ અપાવી હતી.

ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાને મેચ જીતવા માટે 304 રન બનાવવાના હતા અને બૂમરાહે પોતાની પહેલી ઓવરના પહેલા બોલે જ અમલાને એલબી કરાવીને ટીમને પ્રથમ વિકેટ અપાવી દીધી હતી.ચોથી વનડે ભારત ડકવર્થ-લૂઈસ નિયમના કારણે હાર્યું પરંતુ આમાં પણ બૂમરાહે માર્કમરને એવા સમયે આઉટ કર્યો જ્યારે તે ત્રણ ફોર અને એક સિક્સ સાથે આક્રમક 22 રન બનાવી ચૂક્યો હતો.

પાંચમી વનડેમાં જ્યારે માર્કરમ અને હાશિમ અમલા વચ્ચે મોટી પાર્ટનરશીપ બની રહી હતી, બૂમરાહે માર્કરમની જરૂરી વિકેટ ટીમને અપાવી. 32 રને આઉટ થયા પહેલા માર્કરમ ચાર ફોર અને એક સિક્સ ફટકારી ચૂક્યો હતો. આમ બૂમરાહે આફ્રિકાના પ્રવાસ દરમિયાન 'સાઇલન્ટ કિલર'ની ભૂમિકા ભજવીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
First published: February 14, 2018, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading