ટીવી ઉપર જાહેરાત આપીને પોતાના ગુમ ખેલાડીઓને શોધશે જમ્મુ કાશ્મીર

News18 Gujarati
Updated: August 28, 2019, 4:45 PM IST
ટીવી ઉપર જાહેરાત આપીને પોતાના ગુમ ખેલાડીઓને શોધશે જમ્મુ કાશ્મીર
આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી

આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી

  • Share this:
જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ગુમ ખેલાડીઓને શોધવામાં લાગી ગયું છે અને આ માટે ટીવી ચેનલ્સ ઉપર જાહેરાતનો સહારો લીધો છે. આર્ટિકલ
370 હટ્યા પછી જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી. જેમાં કેપ્ટન પરવેઝ રસૂલ પણ સામેલ છે. એસોસિયેશનને ખબર નથી કે ખેલાડીઓ ક્યાં છે. તેમના ફોન પણ લાગી રહ્યા નથી. આ કારણે એસોસિયેશને તેમનો સંપર્ક કરવા માટે સ્થાનીય ટીવી ચેનલ્સ ઉપર ટિકર જાહેરાતનો સહારો લીધો છે.

આ ટિકર જાહેરાત દ્વારા એસોયિશન શુક્રવારથી જમ્મુમાં શરુ થનારી પ્રી સિઝન ટ્રેનિંગ કેમ્પ વિશે પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સને સૂચના આપશે. જેમાં ભારતીય ક્રિકેટર પરવેઝ રસૂલ પણ સામેલ છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં જમ્મુ કાશ્મીર ટીમના મેન્ટર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ, પ્રશાસક સીકે પ્રસાદ અને જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનના સીઇઓ શાહ બુખારી પણ સામેલ હતા.

આ પણ વાંચો - ફિરોઝશાહ કોટલા હવે કહેવાશે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ

આ કારણે અખબારમાં નહીં આપવામાં આવે જાહેરાત
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા બુખારીએ કહ્યું હતું કે હાલના સમયે જમ્મુ કાશ્મીરમાં બે સ્થાનીય ચેનલ છે. પહેલા અખબારમાં જાહેરાત આપવા વિશે વિચાર કર્યો હતો પણ પછી એક સમસ્યા ઉભી થઈ કે અખબાર આખા કાશ્મીરમાં લોકો સુધી પહોંચશે કે નહીં. જેથી વિચાર કર્યો કે ટીવી દ્વારા ખેલાડીઓને સૂચના આપવી સૌથી શાનદાર રીત છે.ઇરફાન પઠાણે કહ્યું હતું કે એસોસિયેશન ખેલાડીઓને કેમ્પ સાથે જોડાવવા માટે પર્યાપ્ત સમય આપશે. છેલ્લા ત્રણ સપ્તાહથી ઘણા ખેલાડીઓ વિશે એસોસિયેશનને ખબર નથી. ઇરફાને પરવેઝ રસૂલ વિશે કહ્યું હતું કે અંતિમ સમયે રસૂલ સાથે લગભગ સપ્તાહ પહેલા વાત થઈ હતી. જ્યારે તે જમ્મુ આવ્યો હતો અને તેણે ફોન કરીને કહ્યું હતું કે તે ટ્રેનિંગ માટે ત્યાં આવ્યો હતો પણ ત્યાં ક્રિકેટની કોઈ ગતિવિધિ ન જોતા તે ફરી કાશ્મીર ચાલ્યો ગયો હતો. આ પછી એસોસિયેશન તેની સાથે સંપર્ક કરી શક્યું નથી. ઇરફાને કહ્યું હતું કે એક વખત ટીમ એક સાથે આવી જાય પછી એસોસિયેશન તેમના રહેવાની વ્યવસ્થા કરશે. આ પછી નિર્ણય કરાશે કે કેમ્પ અને ટ્રાયલ્સ જમ્મુમાં રાખવો કે કોઈ બીજા રાજ્યમાં રાખવો.
First published: August 28, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading