જમ્મુ-કાશ્મીરની ટીમને કોચિંગ આપશે ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ

News18 Gujarati
Updated: March 30, 2018, 11:05 PM IST
જમ્મુ-કાશ્મીરની ટીમને કોચિંગ આપશે ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ

  • Share this:
લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ હવે જમ્મૂ કાશ્મીરની ટીમને કોચિંગ આપશે. જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશને તેમને એક વર્ષ માટે કોચ અને સહ મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે.

જેકેસીએના મુખ્ય અધિકારી આશિક બુખારીએ કહ્યું, 'પઠાણ એક વર્ષ સુધી અમારી ટીમના કોચ અને સહ-માર્ગદર્શક રહેશે.'

ટીમ ઈન્ડિયા માટે 33 વર્ષના પઠાણે 2003થી 2012 સુધી 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચ રમ્યો છે. પઠાણ પાછલા બે ઘરેલૂ સિઝનમાં વડોદા ટીમના કેપ્ટન પણ રહ્યો હતો.

ઈરફાને આનાથી પહેલા વડોદરા ક્રિકેટ એસોસિએશને એનઓસી માંગી હતી જે તેને મળી ગઈ છે.

પઠાણે શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં યુવા ક્રિકેટરો સાથે વાતચીત કરીને ઉપરના સ્તર સુધી પહોંચવા માટે તેમને પોતાની રમત પર સખ્ત મહેનત કરવાની સલાહ આપી હતી.
જેકેસીએ ઈરફાન ઉપરાંત પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવને પણ પોતાની ટીમ સાથે જોડવાની કોશિશ કરી રહ્યો છે.સમાચાર અનુસાર કપિલ દેવે આ ટીમનો કોચ બનવાનો નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે. જોકે, કપિલે જેકેસીએ તે પણ કહ્યું છે કે, તેઓ ફુલટાઈમ કોચના રૂપમાં તો જોડાઈ શકતા નથી પરંતુ સેશન માટે ટીમને ટ્રેનિંગ આપી શકે છે.
First published: March 30, 2018
વધુ વાંચો
अगली ख़बर