‘એમએસ ધોનીને આઉટ કર્યા વગર તમે મેચ જીતી શકો નહીં’

‘એમએસ ધોનીને આઉટ કર્યા વગર તમે મેચ જીતી શકો નહીં’
‘એમએસ ધોનીને આઉટ કર્યા વગર તમે મેચ જીતી શકો નહીં’

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે પાંચમી વન-ડે

 • Share this:
  ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી જિમી નીશામે શનિવારે ભારતના દિગ્ગજ બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીની પ્રશંસા કરતા કહ્યું હતું કે ધોનીને આઉટ કર્યા વગર તમે મેચ જીતી શકો નહીં. ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ધોનીની બેટિંગ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. જોકે આ વિકેટકિપર બેટ્સમેને ત્રણ મેચમાં અડધી સદી ફટકારી ટિકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

  નીશામે પાંચમી વન-ડે પહેલા કહ્યું હતું કે ધોનીના રેકોર્ડ તેના પ્રદર્શનના સાક્ષી છે. તે શાનદાર ખેલાડી છે. મને ખબર છે કે ભારતીય મીડિયામાં તેના વર્લ્ડ કપમાં રમવાને લઈને ચર્ચા થઈ રહી છે. જ્યારે તમે તેને બોલિંગ કરો છો ત્યારે તમને ખબર છે કે જ્યાં સુધી તેની વિકેટ ન મળે ત્યાં સુધી તમે મેચ જીતી શકતા નથી.  આ પણ વાંચો - જીત સાથે શ્રેણીનો અંત કરવા માંગશે ટીમ ઇન્ડિયા, ધોનીની વાપસી સંભવ

  ઈજામાંથી બહાર આવ્યા પછી ટીમ સાથે જોડાનાર નીશામે આશા વ્યક્ત કરી છે કે વેસ્ટપેક સ્ટેડિયમની પિચ પણ હેમિલ્ટન જેવી રહેશે. જ્યાં ફાસ્ટ બોલરને મદદરુપ પિચ ભારતીય ટીમ 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નીશામે કહ્યું હતું કે હેમિલ્ટનમાં પરિસ્થિતિઓ શાનદાર છે જે થોડી અમને અનુકુળ છે. ગત મેચમાં બોલ્ટને વધારે સ્વિંગ મળી હતી. કોઇપણ દિવસે ભારતીય જેવી ટીમને 90 રનની આસપાસ આઉટ કરીને તમે હંમેશા ખુશ થાવ છો.
  Published by:Ashish Goyal
  First published:February 02, 2019, 23:10 pm

  ટૉપ ન્યૂઝ