અઝહર અલીને આઉટ કરી જેમ્સ એન્ડરસને ઝડપી 600મી વિકેટ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

અઝહર અલીને આઉટ કરી જેમ્સ એન્ડરસને ઝડપી 600મી વિકેટ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
અઝહર અલીને આઉટ કરી જેમ્સ એન્ડરસને ઝડપી 600મી વિકેટ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

જેમ્સ એન્ડરસન પહેલા ત્રણ દિગ્ગજ બોલરો 600થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે

 • Share this:
  સાઉથટમ્પન : ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને (James Anderson 600 Test Wickets)ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 600 વિકેટ પુરી કરી લીધી છે. એન્ડરસને (James Anderson) પાકિસ્તાન સામે ત્રીજી ટેસ્ટમાં અઝહર અલીને આઉટ કરી આ સિદ્ધિ મેળવી છે. એરન્ડરસન આવી સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે. એન્ડરસન પહેલા અત્યાર સુધી ત્રણ બોલરે ટેસ્ટમાં 600 વિકેટ ઝડપી છે પણ તે ત્રણેય સ્પિનર્સ છે. એન્ડરસને 156મી ટેસ્ટમાં 600 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.

  જેમ્સ એન્ડરસન પહેલા ત્રણ દિગ્ગજ બોલરો 600થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. સૌથી વધારે ટેસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ શ્રીલંકાના મહાન લેગ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 133 ટેસ્ટમાં 800 વિકેટ ઝડપી છે.  આ પણ વાંચો - આ આઈપીએલની ટીમને છોડીને ભાગવા માંગતો હતો યુવરાજ સિંહ, કર્યો મોટો ખુલાસો

  મુરલીધરન પછી બીજા ક્રમે દિગ્ગજ લેગ સ્પિનર્સ ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન છે. વોર્નએ 145 ટેસ્ટમાં 708 વિકેટ ઝડપી છે. આ યાદીમાં ત્રીજા નંબરે ભારતનો પૂર્વ કેપ્ટન અને મહાન લેગ સ્પિનર અનિલ કુંબલે છે. કુંબલેએ 132 ટેસ્ટમાં 619 વિકેટ ઝડપી છે. એન્ડરસન નજીકના સમયમાં અનિલ કુંબલેની વિકેટોનો રેકોર્ડ તોડે તેવી સંભાવના છે.
  Published by:Ashish Goyal
  First published:August 25, 2020, 22:29 pm