આપણે બાળકોને રમવા દેતા નથી અને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખીએ છીએ: કપિલ દેવ

માતા-પિતા અંગ્રેજીના ટ્યૂશન માટે 5000 રુપિયા આપે છે પણ ક્રિકેટ કોચિંગ માટે 1000 રુપિયા આપવાથી અચકાય છ : કપિલ દેવ

News18 Gujarati
Updated: December 8, 2018, 2:15 PM IST
આપણે બાળકોને રમવા દેતા નથી અને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખીએ છીએ: કપિલ દેવ
આપણે બાળકોને રમવા દેતા નથી અને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખીએ છીએ: કપિલ દેવ
News18 Gujarati
Updated: December 8, 2018, 2:15 PM IST
દિલ્હીમાં આયોજીત ‘જાગરણ ફોરમ’ કાર્યક્રમના બીજા દિવસે પૂર્વ ક્રિકેટર કપિલ દેવે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આપણો દેશ રમતોને ગંભીરતાથી લેતો નથી પણ આપણે ઓલિમ્પિક મેડલની આશા લગાવી રાખીએ છીએ. કપિલે કહ્યું હતું કે જ્યાં સુધી માતા-પિતાની ઇચ્છા નહીં હોય કે બાળક સ્પોર્ટ્સમેન બને ત્યાં સુધી દેશને સારા ખેલાડી ક્યારેય મળી શકશે નહીં. ક્રિકેટ બોલને લઈને જારી વિવાદ પર કપિલે કહ્યું હતું કે આપણે બાકી દેશોમાં તેમના બોલથી રમીએ છીએ તો આપણે ત્યાં આપણા બોલથી રમવું જોઈએ.

કપિલ દેવે કહ્યું હતું કે માતા-પિતા અંગ્રેજીના ટ્યૂશન માટે 5000 રુપિયા આપે છે પણ ક્રિકેટ કોચિંગ માટે 1000 રુપિયા આપવાથી અચકાય છે. આપણે સ્પોર્ટ્સને જોવામાં વિશ્વાસ રાખીએ છીએ રમવામાં આપણને વિશ્વાસ નથી. માતા-પિતા બાળકો સાથે આવે છે અને મારી પાસે ઇચ્છા રાખે છે કે તેમનો બાળક આઈપીએલ રમે, કારણ કે ત્યાં પૈસા છે. હવે કબડ્ડી જેવી રમતોમાં પણ પૈસા આવવાના શરુ થઈ ગયા છે. જેથી ફેરફાર થઈ રહ્યો છે. તેને એવી રીતે સમજો કે દેશમાં કેટલી એન્જીનિયરિંગની કોલેજ છે અને કેટલી સ્પોર્ટ્સ એકેડમી છે? યૂરોપ કે અમેરિકાની વાત કરવામાં આવે તો જો બાળક જૂનિયર્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરે તો માતા-પિતા સ્કૂલમાં તેને ઇયર ડ્રોપ કરવાથી મનાઈ કરતા નથી પણ ભારતમાં કોઈ આવું વિચારી પણ શકે નહીં.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યા આવતા જ ધોનીને છોડીને ચાલી ગઈ સાક્ષી, Video વાયરલ!

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની જીતની તકો વિશે કપિલ દેવે કહ્યું હતું કે ક્યાંય પણ જીતવા માટે જવું જોઈએ. જોકે પરાજય થાય તો પણ તેને દિલ ઉપર લેવું જોઈએ નહીં. બોલ ટેમ્પરિંગ માટે નખના ઉપયોગની છુટ મળવાના એક સવાલના જવાબમાં કપિલે કહ્યું હતું કે આ તો નિયમોમાં ફેરફારનો મામલો છે. જો બધા આ મુદ્દે સહમત થાય છે તો કોઈ પરેશાની નથી.
First published: December 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...