ચિત્તા સાથે જાડેજાએ કરી મસ્તી, રોહિત-રહાણેના માથે આવ્યો પરસેવો

News18 Gujarati
Updated: June 5, 2018, 3:18 PM IST
ચિત્તા સાથે જાડેજાએ કરી મસ્તી, રોહિત-રહાણેના માથે આવ્યો પરસેવો

  • Share this:
જાડેજા પોતાની અલગ જ મસ્તીમાં રહે છે. જાડેજાને પશુ પ્રેમી પણ કહેવામાં આવે છે, તે ઉપરાંત રવિન્દ્ર જાડેજાની ગણતરી ટીમ ઇન્ડિયાનાં મસ્તીખોર ક્રિકેટર્સમાં પણ થાય છે. મેદાન પર પોતાના અલગ અંદાજ માટે જાણીતો જાડેજા મેદાનની બહાર પણ પોતાની મસ્તીને કારણે જાણીતો છે. જાડેજાની આ મસ્તીને કારણે એકવાર રોહિત શર્મા અને આંજિક્ય રહાણેનો જીવ જોખમમાં મુકાયો હતો.

આ વાતનો ખુલાસો ખુદ રોહિત શર્માએ કર્યો છે. રોહિત શર્મા અને આંજિક્ય રહાણે ‘વ્હાટ ધ ડક’ શૉમાં વાતચીત કરતા જણાવ્યું હતુ કે સાઉથ આફ્રિકનાં પ્રવાસ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એવી ભૂલ કરી હતી જેને કારણે તેઓ પરિવાર સહિત મુશ્કેલીમાં મુકાયા હતા.

આ શૉમાં રોહિત શર્માએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, “જ્યારે અમે સાઉથ આફ્રિકાનાં પ્રવાસે હતા ત્યારે હું અને રહાણે પરિવાર સહિત જાડેજા સાથે જંગલની સફરે ગયા હતા. જંગલમાં ફરતા હતા તે દરમિયાન અમારો સામનો 2 ચિત્તા સાથે થયો હતો. બંને ખુંખાર જાનવર પોતાનો ખોરાક આરોગી રહ્યા હતા. આ દરમિયાન જાડેજા અજીબ અવાજો કરીને ચિત્તાઓનું ધ્યાન ભટકાવવા લાગ્યો હતો. આ દરમિયાન મને ઘણો જ ગુસ્સો આવ્યો હતો અને મન થયું હતુ કે જાડેજાને એક મુક્કો મારુ.”

ટ્રાવેલ ગાઇડનાં જણાવ્યા અનુસાર ભોજન દરમિયાન ચિત્તાને હેરાન કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. ક્યારેક આવુ કરવાથી જીવનું જોખમ પણ રહે છે. જાડેજાની આ હરકતે રોહિત અને રહાણે સહિત સૌને ડરાવી દીધા હતા.

 
First published: June 5, 2018
વધુ વાંચો
अगली ख़बर