ક્રિકેટર કાલિસે અડધા ચહેરા ઉપર દાઢી રાખી, દુનિયા સલામ કરી રહી છે

News18 Gujarati
Updated: November 28, 2019, 3:39 PM IST
ક્રિકેટર કાલિસે અડધા ચહેરા ઉપર દાઢી રાખી, દુનિયા સલામ કરી રહી છે
ક્રિકેટર કાલિસે અડધા ચહેરા ઉપર દાઢી રાખી,

કાલિસના આ પગલાની સોશિયલ મીડિયા ઉપર પ્રશંસા થઈ રહી છે

  • Share this:
નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકા (South Africa)ના પૂર્વ ક્રિકેટર જેક્સ કાલિસ (Jacques Kallis)નું નામ ક્રિકેટ વર્લ્ડમાં ઘણા સન્માન સાથે લેવામાં આવે છે. તેની ગણના દુનિયાના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર્સમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની બૅટિંગ અને બૉલિંગના આંકડા ચમત્કારથી ઓછા નથી. દુનિયાભરમાં પોતાના શાંત સ્વભાવ માટે પ્રખ્યાત કાલિસ ફરી એક વખત ચર્ચામાં છે. કાલિસે સોશિયલ મીડિયામાં પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે અડધા ચહેરા ઉપર દાઢી રાખી છે અને અડધા ચહેરા ઉપર સેવ કરેલી છે.

કાલિસે સ્વિકારી અનોખી ચેલેન્જ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કાલિસ પર્સનલ લાઇફમાં મોજથી પસાર કરી રહ્યો છે. કાલિસે એક સારા કામ માટે પૈસા ભેગા કરવાના ઉદ્દેશ્યથી ચેલેન્જ સ્વિકારતા અડધા ચહેરા ઉપર દાઢી રાખી છે અને અડધા ચહેરા ઉપર સેવ કરેલી છે. કાલિસે ગોલ્ફના વિકાસ અને ગેંડાના સંરક્ષણ માટે પોતાનો અડધા ચહેરા પર દાઢી રાખી છે. કાલિસે આ તસવીર શેર કરતા લખ્યું છે કે આગામી કેટલાક દિવસો રસપ્રદ રહેવાના છે. આ બધુ સારા કામ માટે છે. કાલિસના આ પગલાની સોશિયલ મીડિયા ઉપર પ્રશંસા થઈ રહી છે. તેના પ્રશંસકોએ તેને આ કામ માટે સલામ કર્યું છે.

આ પણ વાંચો - ધોની ચેન્નાઈ સુપરકિંગ્સમાંથી રિલીઝ થવા માંગે છે, ધોની IPL 2021માં પણ રમશે!

 
View this post on Instagram
 

Going to be an interesting few days. All for a good cause 😂🙈Rhinos and golf development @alfreddunhill


A post shared by Jacques Kallis (@jacqueskallis) on


દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર જેક્સ કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1995માં ડેબ્યૂ કર્યું હતું અને 2014માં રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કાલિસે 328 વન-ડેમાં 44.36ની એવરેજથી 11579 રન બનાવ્યા છે. જેમાં 17 સદી ફટકારી છે. જ્યારે 166 ટેસ્ટમાં 55.37ની એવરેજથી 13289 રન બનાવ્યા છે. જેમાં 45 સદી અને 58 અડધી સદી ફટકારી છે. આ સિવાય કાલિસે વન-ડેમાં 237 અને ટેસ્ટમાં 292 વિકેટ ઝડપી છે.
First published: November 28, 2019, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading