ધોની પર બોલ્યા ગાવસ્કર, ટીમ આગળ વધી ચૂકી છે, તે ચૂપચાપ નિવૃત્તિ જાહેર કરી દેશે

News18 Gujarati
Updated: March 20, 2020, 4:37 PM IST
ધોની પર બોલ્યા ગાવસ્કર, ટીમ આગળ વધી ચૂકી છે, તે ચૂપચાપ નિવૃત્તિ જાહેર કરી દેશે
ધોની પર બોલ્યા ગાવસ્કર, ટીમ આગળ વધી ચૂકી છે, તે ચૂપચાપ નિવૃત્તિ જાહેર કરી દેશે

ધોની એ લોકોમાં નથી જે મોટી જાહેરાતો કરે છે - ગાવસ્કર

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)નો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં રમ્યો હતો. વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ધોની 50 રન બનાવી રન આઉટ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ધોની ટીમ ઇન્ડિયામાં આવશે કે નહીં તે વિશે અટકળો કરવામાં આવી રહી છે. જોકે ધોનીએ ક્યારેય આ મુદ્દે નિવેદન કર્યું નથી. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar)ધોનીની ટીમ ઇન્ડિયામાં વાપસીને લઈને મોટું નિવેદન કર્યું છે.

ગાવસ્કરે એ તો માન્યું છે કે પોતે ધોનીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે. જોકે સાથે એ વાતની આશંકા પણ વ્યક્ત કરી છે કે ભાગ્યે જ આવું થશે. ક્રિકેટ્રેકરના રિપોર્ટ પ્રમાણે ગાવસ્કરે કહ્યું હતું કે હું મહેન્દ્રસિંહ ધોનીને ટી-20 વર્લ્ડ કપમાં ટીમમાં રમતો જોવા માંગું છું પણ આમ થતું નજર આવી રહ્યું નથી. ટીમ તેનાથી આગળ વધી ગઈ છે. ધોની એ લોકોમાં નથી જે મોટી જાહેરાતો કરે છે. તેથી મને લાગે છે કે તે ચુપચાપ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેશે.

આ પણ વાંચો - Coronavirusથી લડવા માટે આ દિગ્ગજ ક્રિકેટરની અનોખી પહેલ, સેનિટાઇઝર બનાવવાનું શરુ કર્યું

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સુનીલ જોશીની આગેવાનવાળી નવા પસંદગી પેનલ સ્પષ્ટ કરી ચૂકી છે કે ધોનીને ટીમમાં પસંદ કરવાનો આધાર આઈપીએલમાં કરેલ તેનું પ્રદર્શન રહેશે. જેથી ક્રિકેટના પ્રશસંકો આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે બીસીસીઆઈએ 29 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલને 15 એપ્રિલ સુધી ટાળી દીધી છે.
First published: March 20, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading